મુંબઈની લોકલ ટ્રેનના મોટરમેને નવા વર્ષને આગવી રીતે વધાવ્યું, જુઓ સેલિબ્રેશનના વીડિયો

મુંબઈ: ગત રાત્રે 12 વાગ્યાના ટકોરે દુનિયાભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી, ત્યારે મુંબઈમાં સી.એસ.એમ.ટી. રેલવે સ્ટેશન પર અનોખી રીતે નવા વર્ષને આવકારવામાં (New year celebration CSMT station) આવ્યું. રાત્રે 12 વાગતા જ પ્લેટફોમ પર અનોખું દ્રશ્ય સર્જાયું હતું. મુસાફરોએ જે રીતે નવા વર્ષની ઉજવણી કરી એનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
Welcome New Year 2025:
1લી જાન્યુઆરી રાતે 12 વાગે જ નવા વર્ષની શરુઆત થઈ ગઈ ત્યારે દરેકે પોતાના અંદાજમાં નવા વર્ષનું સ્વાગત કર્યુ હતું. આ દરમિયાન મુંબઈ રેલવે દ્વારા નવા વર્ષની એવી રિતે ઉજવણી કરવામાં આવી, જેનો વિડીયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)ખાતે નવા વર્ષનું સ્વાગત અલગ અંદાજમાં કરવામાં આવ્યું હતું. રેલવે કર્મચારીઓ અને મુસાફરોની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. રાતે 12 વાગતાની સાથે જ પ્લેટફોર્મ પર ઉભેલી તમામ ટ્રેનોએ હોર્ન વગાડી 2025નું સ્વાગત કર્યું
સ્ટેશન પર ઉત્સવનો માહોલ:
મુસાફરો,સ્થાનીક રહેવાસીઓ અને રેલવે સ્ટાફ આ દ્રશ્યો જોવા પ્લેટફોર્મ પર એકત્રીત થયા હતા. આટલંન જ નહીં, ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યાત્રીઓએ પણ તાળીઓના ગળગળાટ સાથે આ ક્ષણને યાદગાર બનાવી હતી.