નવા વર્ષની ઉજવણી માટે બહાર જવાના છો? મધ્ય રેલવેની આ એનાઉન્સમેન્ટ વિશે જાણી લેજો, ફાયદામાં રહેશો…

મુંબઈઃ ક્રિસમસ સેલિબ્રેશન બાદ હવે લોકો 31મી ડિસેમ્બરના સેલિબ્રેશનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 31મી ડિસેમ્બરની રાતે જો તમે પણ નવા વર્ષને આવકારવા માટે બહાર નીકળવાના હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. 31મી ડિસેમ્બરના રાતે 12 વાગ્યે મુંબઈ આવનારા મુંબઈગરા માટે રેલવે દ્વારા 31મી ડિસેમ્બરના રાતે વધારાની ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે, એટલે આ રેલવેની આ જાહેરાત મુંબઈગરાના સેલિબ્રેશન મૂડને ડબલ કરી દેશે…
મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પ્રવાસી અને પર્યટકોની સુવિધા માટે 31મી ડિસેમ્બરના રોજ ચાર વધારાની લોકલ દોડાવવાની જાહેરાત મધ્ય રેલવે દ્વારા કરવામાં આવી છે. આ વિશેષ લોકલ સ્લો લોકલ તરીકે દોડાવવામાં આવશે.
વાત કરીએ ચાર સ્પેશિયલ ટ્રેન ક્યારે દોડાવવામાં આવશે એની-
- પહેલી સ્પેશિયલ લોકલ 31મી ડિસેમ્બરના રાતે 1.30 કલાકે સીએસએમટીથી રવાના થશે અને 3 વાગ્યે કલ્યાણ પહોંચશે.
- બીજી સ્પેશિયલ લોકલ ટ્રેન 1.30 કલાકથી કલ્યાણ સ્ટેશનથી રવાના થશે અને રાતે 3 વાગ્યે સીએસએમટી સ્ટેશન પહોંચશે.
- ત્રીજી સ્પેશિયલ લોકલ 1.30 કલાકે સીએમએમટીથી દોડાવવામાં આવશે અને 2.50 કલાકે પનવેલ સ્ટેશન પહોંચશે.
- ચોથી સ્પેશિયલ લોકલ બુધવારે રાતે 1.30 કલાકે પનવેલ સ્ટેશનથી રવાના થશે અને સવારે 2.50 કલાકે સીએસએમટી રેલવે સ્ટેશન પહોંચશે.
બહારગામથી મુંબઈ ન્યુ યર સેલિબ્રેટ કરવા માટે પર્યટકો સાંજથી જ મુંબઈના મરીન ડ્રાઈવ, દાદર ચૌપાટી, ગિરગાંવ ચોપાટી, ગેટવે ઓફ ઈન્ડિયા, બેન્ડસ્ટેન્ડ જેવા જાણીતા સ્થળો પર ઉમટી પડે છે. પરંતુ રાતના ટ્રેનો બંધ થતાં પર્યટકોને અસુવિધાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં મુંબઈગરા અને પર્યટકોની સુવિધા માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવતાં પર્યટકોમાં ઉત્સાહ અને આનંદની લહેર દોડી ગઈ છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
આપણ વાંચો: શાળામાં છ વર્ષના વિદ્યાર્થીની કનડગત: બે ટીચર સામે ગુનો…



