આમચી મુંબઈ

Central Railways ના ત્રણેય માર્ગ પર લેવાશે Mega Block, આ માર્ગની ટ્રેનો રહેશે રદ

મુંબઈ: મધ્ય રેલવેએ 28 જાન્યુઆરી રવિવારે મધ્ય, હાર્બર અને ટ્રાન્સ હાર્બર માર્ગમાં કામકાજ માટે બ્લૉક લેવાનો નિર્ણય લીધો છે. આ અઠવાડિયામાં ત્રણ દિવસ (26,27,28) રજા આવતા જો મુંબઈ લોકલમાં પ્રવાસ કરવાનું વિચાર કર્યો છે તો તમારી માટે આ સમાચાર મહત્ત્વના છે. મેગા બ્લૉકને લીધે આ ત્રણેય માર્ગમાં ટ્રેનો મોડી દોડશે અને અનેક ટ્રેનોને રદ પણ કરવામાં આવી છે. જેથી સીએસએમટી જતી અને આવતો અનેક લોકલ ટ્રેનના સમયમાં બદલાવ કરવામાં આવ છે.

મધ્ય રેલવેમાં આવતીકાલે પણ અપ-ડાઉન બંને સ્લો લાઇનમાં માટુંગાથી મુલુંડ દરમિયાન અને ડાઉન ફાસ્ટ લાઇનમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી માટુંગા દરમિયાન સવારે 11.05 વાગ્યાથી બપોરે 3.55 વાગ્યા સુધી માર્ગમાં વિશેષ બ્લૉક લેવામાં આવવાનો છે.


રેલવેમાં બ્લૉકને લઈને એક અધિકારીએ માહિતી આપી હતી કે બ્લૉકના સમય દરમિયાન ડાઉન સ્લો લાઇનમાં સીએસએમટીથી માટુંગા અને મુલુંડની દરેક લોકલ ટ્રેનને સ્લો લાઇન પર દોડાવવામાં આવશે. બધી લોકલ ટ્રેનો સ્લો લાઈન પર દોડતા ટ્રેનો 15થી 20 મિનિટ સુધી મોડી પડશે. તેમ જ અંબરનાથ-થાણે માર્ગની ટ્રેનોને પણ કામકાજને લીધે સ્લો લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે. આ સાથે સીએસએમટી જતી છેલ્લી સવારે 13.35 વાગ્યે ઉપડશે. આ કારણથી માર્ગની ટ્રેનો 15-20 મિનિટ સુધી મોડી દોડે એવી માહિતી અધિકારીએ આપી હતી.


મધ્ય રેલવેમાં લેવામાં આવતા બ્લૉકમાં પનવેલ-વશી અપ અને ડાઉન હાર્બર માર્ગનો પણ સમાવેશ છે. હાર્બર માર્ગમાં પણ સવારે 11.05 વાગ્યાથી સાંજે 4.05 વાગ્યા સુધી બ્લૉકને લીધે ટ્રેનોની સેવાઓને અસર થશે. જોકે હાર્બર માર્ગના બેલાપુર-ઉરણ અને નેરૂળ-ઉરણ વચ્ચે કોઈપણ લેવામાં ન આવતા આ માર્ગ પર નિયમિત પણે ટ્રેનો દોડશે, એવી માહિતી રેલવે અધિકારીએ આપી હતી.


હાર્બર માર્ગમાં બ્લૉક દરમિયાન પનવેલથી સીએસએમટી વચ્ચે અપ અને ડાઉન તેમજ ડાઉન હાર્બર માર્ગમાં થાણેથી પનવેલ-બેલાપુરમાં સવારે 10.33 વાગ્યાથી બપોર 3.49 વાગ્યા સુધી બધી લોકલ સેવાઓને રદ રાખવામા આવવાની છે. આ સાથે અપ ટ્રાન્સ હાર્બર લાઇનમાં થાણે તરફ જતી ટ્રેનોને સવારે 11.02 વાગ્યાથી સાંજે 3.53 વાગ્યા સુધી અને ડાઉન ટ્રાન્સ હાર્બર લાઇનમાં પનવેલ જતી ટ્રેનોને સવારે 10.1 વાગ્યાથી 3.20 વાગ્યા સુધી શરૂ રાખવામાં આવશે.
રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે આ હાર્બર અને ટ્રાન્સ હાર્બરમાં પણ બ્લૉકને લીધે કાલવડેથી સીએસએમટી અને થાણેથી કાલવડે-નેરૂળ વચ્ચે પ્રવસીઓની સુવિધા માટે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button