100 વર્ષ બાદ આવી દેખાશે મુંબઈની લોકલ ટ્રેન… જોઈ લો અદ્ભૂત નજારો…
લોકલ ટ્રેન એ મુંબઈગરા માટે લાઈફલાઈન બની ગઈ છે અને દરરોજ લાખો લોકો આ જ લોકલ ટ્રેનમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. કાળાનુસાર આ લોકલ ટ્રેનોમાં, તેની ડિઝાઈનમાં અનેક પ્રકારના ફેરફારો જોવા મળ્યા હતા. હેડિંગ વાંચીને તમને એ વાત જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે કે ભાઈ 100 વર્ષ બાદ આ લોકલ ટ્રેન કેવી દેખાતી હશે? ચાલો તમને આખરે દેખાડી જ દઈએ કે ભવિષ્યની લોકલ ટ્રેન કેવી હશે… અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ Artifical Intellegence (AI)નો જલવો જોવા મળી રહ્યો છે.
લોકો AIની મદદથી ભૂતકાળ અને ભવિષ્યમાં દુનિયા કે અમુક ચોક્કસ સ્થળો કેવા દેખાતા હતા કે દેખાશે એની અદ્ભૂત તસવીરો તૈયાર કરી રહ્યા છે. જ્યારે AI બોટને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે મુંબઈની લોકલ ટ્રેન 100 વર્ષ પછી કેવી દેખાશે? અને જે જવાબ મળ્યો છે એ ખરેખર ચોંકાવનારો છે. AI દ્વારા 100 વર્ષ બાદ મુંબઈ લોકલની અદ્ભૂત તસવીરો રજૂ કરી છે અને આ તસવીરો જોઈને તમે ખરેખર અભિભૂત થઈ જશો. આ લોકલ ટ્રેનની સૌથી ખાસ વાત તો એ છે કે આ લોકલ ટ્રેનોમાં બિલકુલ ભીડ નથી જોવા મળી રહી. બાકી અત્યારે તો આપણ માટે લોકલ ટ્રેન અને ભીડ એ એકબીજાનો પર્યાય બની ચૂક્યા છે. આ સિવાય અત્યારની લોકલ ટ્રેનની સરખામણીએ આ લોકલ ટ્રેનો દેખાવમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે.
AI દ્વારા તૈયાર કરવામાં આવેલી લોકલ ટ્રેનોના આ ફોટોમાં વંદે ભારતની એક ઝલક જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ ભવિષ્યની લોકલ ટ્રેનના ફોટો માત્ર AIની એક કલ્પના જ છે કે કે ભવિષ્ય એ તો કોઈ કહી શકે એમ નથી. પરંતુ લોકલ ટ્રેનનું આ મનમોહક દ્રશ્ય ચોક્કસ જ તમારું મન મોહી લેશે…