આમચી મુંબઈ

હોનારત ટળીઃ રે રોડમાં લોકલ ટ્રેન પ્લેટફોર્મની બહાર નીકળી અને પ્રવાસીઓ

મુંબઈ: મધ્ય રેલવેની હાર્બર લાઇનમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) જનારી લોકલ ટ્રેન પ્લેટફોર્મની બહાર નીકળી જવાની ચોંકાવનારી ઘટના રે રોડ રેલવે સ્ટેશન પર બની હતી. શનિવારે રે રોડ સ્ટેશન પર લોકલ ટ્રેનના ત્રણ કોચ પ્લેટફોર્મની બહારી નીકળી ગઈ હતી. આ ઘટના બનતા દરેક પ્રવાસીઓમાં ડરી ગયા હતા જેને કારણે અનેક પ્રવાસીઓએ ડરના માર્યા ટ્રેનમાંથી જમ્પ માર્યો હતો.

શનિવારે પનવેલ-સીએસએમટી જતી લોકલ ટ્રેન રાતે આઠ વાગ્યાની આસપાસ રે રોડ સ્ટેશન નજીક આવી હતી. આ દરમિયાન ટ્રેન સ્ટેશનના નિશ્ચિત કરેલા સ્થાને ટ્રેન ન ખમતા લોકલના ત્રણ ડબ્બા પ્લેટફોર્મ વટાવી આગળ ગયા હતા. આ ઘટનાને લઈને પ્રવાસીઓ વચ્ચે હોબાળો મચી જતાં અમુક પ્રવાસીઓએ પ્લેટફોર્મ પર કૂદકા માર્યા હતા.
લોકલ ટ્રેનના ત્રણ કોચ પ્લેટફોર્મની આગળ નીકળી જતાં રેલવે કર્મચારીઓની મદદથી મોટરમેને લોકલને પાછળ લઈને પ્લેટફોર્મ પર રોકી હતી. આ ઘટનાને કારણે લોકલ ટ્રેનસેવા પર અસર પડી હતી, જ્યારે પ્રવાસીઓ ડરી ગયા હતા.


હાર્બર લાઈનમાં સીએસએમટી જતી લોકલ ટ્રેન અચાનકથી પાછી વળતાં જોઈને લોકો ગભરાઈ જતાં લોકોએ પ્લેટફોર્મ પર કૂદકા માર્યા હતા. જોકે, આ ઘટના અત્યંત ગંભીર છે, પરંતુ રેલવે અધિકારીઓની સતર્કતાને કારણે મોટી હોનારત બચી ગઈ હતી.


હાર્બર લાઈનમાં રે રોડ સ્ટેશન પર બનેલી આ ઘટનાની તપાસ માટે સીસીટીવી કૅમેરાની તપાસ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે લોકલની સ્પીડ વધુ હતી અને મોટરમેને સિગ્નલ પણ ઓળંગીને ટ્રેનને આગળ લઈ ગયો હતો.


જોકે ઘટનાના થોડા સમય બાદ માર્ગની લોકલ ટ્રેનને ફરી શરૂ કરવામાં આવી હતી અને પ્લેટફોર્મ પર રહેલા રેલવે કર્મચારીઓને લીધે રેલવે અકસ્માત થતાં રોકાઈ ગયો હતો એવી માહિતી અધિકારીએ આપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button