આમચી મુંબઈ

સીએસએમટીમાં લોકલ ટ્રેન Derail, હાર્બર લાઈનના પ્રવાસીઓ રખડી પડયા…

મુંબઈ: સપ્તાહના પહેલા દિવસે મધ્ય રેલવેની હાર્બર લાઈનમાં એક ટ્રેનની કોચ પાટા પરથી ખડી પડયો હતો, પરિણામે સમગ્ર લાઈનમાં ટ્રેન સેવા ખોરવાઈ હતી, પરિણામે ગરમીમાં ટ્રેન વિના અન્ય પરિવહનમાં મુસાફરી કરવામાં પ્રવાસીઓને હાલાકી પડી હતી.

પનવેલ સીએસએમટી (P26) લોકલ ટ્રેન સીએસએમટી પહોંચી ત્યારે લોકલ પ્લેટફોર્મ બે નંબર નજીક ટ્રેનનો એક કોચ ડીરેલ થયો હતો. ત્યાર બાદ ટ્રેનને મસ્જિદ સ્ટેશન લઈ જવામાં આવી હતી. આ બનાવ સીએસએમટી નજીક સવારના 11.35 વાગ્યાના સુમારે બન્યો હતો પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પણ એને કારણે આજે બપોર સુધીની તમામ સર્વિસીસ પર અસર થઈ હતી. હાર્બર લાઈનમાં સિંગલ (સ્લો લાઈન) કોરિડોર હોવાને કારણે ટ્રેન સેવા ઠપ થઈ હતી.

હાર્બર લાઈનના પ્રવાસીઓ મેન લાઈન કલ્યાણ સીએસએમટી વચ્ચે પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આમ છતાં હાર્બર લાઈનમાં સીએસએમટીથી વડાલા વચ્ચેની લોકલ ટ્રેન રદ કરવામાં આવી છે, જ્યારે વડાલાથી પનવેલ વચ્ચે ટ્રેન સર્વિસ શરૂ છે પણ તમામ ટ્રેનની સર્વિસ મૂળ સમય પત્રક અનુસાર દોડાવાતી નથી, જેથી ટ્રેન અડધો કલાકથી વધુ મોડી દોડી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button