મુંબઈ: પશ્ચિમ રેલવેમાં લોકલ ટ્રેનના કોચ અચાનક અલગ પડી જવાને કારણે રેલવે પ્રશાસન દોડતું થઇ ગયું હતું, જેમાં કોઈ જાનહાનિ થઈ નથી, એમ અધિકારીએ દાવો કર્યો હતો.
પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ સેકશનમાં આ બનાવ સવારે 11 વાગ્યાના સુમારે બન્યો હતો. ચર્ચગેટ સ્ટેશનથી મરીન લાઈન્સ વચ્ચે ડાઉન સ્લો લાઇનમાં આ બનાવ બન્યો હતો. આ બનાવ પછી તાત્કાલિક ટ્રેનને ખાલી કરીને કારશેડ રવાના કરી હતી.
આ બનાવ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે સવારે 10.57 વાગ્યાની ચર્ચગેટથી બોરીવલી જવા નીકળેલી સ્લો લોકલ ટ્રેનના કોચ મરીન લાઇન્સ રેલવે સ્ટેશન નજીક એકએક અલગ થયાં હતાં, સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાનિ થઇ નહોતી. આમ આ બનાવને કારણે ચર્ચગેટથી ડાઉન સ્લો લાઇનની ટ્રેનને ફાસ્ટ ટ્રેક પર ડાઇવર્ટ કરવામાં આવી હતી. આ બનાવ કઈ રીતે એના અંગે વધુ તપાસ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
બીજી બાજુ પ્રવાસીઓએ કહું હતું કે તહેવારોના દિવસોમાં પશ્ચિમ રેલવેમાં લોકલ ટ્રેનો એક દિવસ નિયમિત દોડતી નથી. રોજ લોકલ ટ્રેનો અનિયમિત દોડતી હોવાથી પ્રવાસીઓ રોજ હેરાન થાય છે. આજે પણ રવિવારના બ્લોકના દિવસે પણ પ્રવાસીઓને હાલાકી પડે પણ રેલવે આંખ આડા કાન કરે આ બાબત હકીકત છે. આજે આ બનાવને કારણે ટ્રેનમાં ગીચતા અને ટ્રેન કેન્સલેશન પણ યથાવત. બ્લોકના નામે પ્રવાસીને હેરાનગતિ સિવાય કંઈ નસીબમાં નથી અને કોઈ બનાવ બને તો એના નામે બસ, હાથ ઊંચા કરી દેવાના, એમ વિરારના એક પ્રવાસીએ જણાવ્યું હતું.
Taboola Feed