આમચી મુંબઈ

Local Train: ભારે વરસાદને કારણે મુંબઈની લોકલ ટ્રેન સેવા પ્રભાવિત, આ રૂટને સૌથી વધુ અસર

મુંબઈ: ભારે વરસાદ બાદ થાણેમાં લોકલ ટ્રેન સેવાઓ 7 જુલાઈ, રવિવારે સવારે સ્થગિત કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વરસાદને કસારા અને ટિટવાલા સ્ટેશનો વચ્ચે ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે.

અહેવાલ મુજબ કલ્યાણ-કસારા રૂટના વશિંદ અને ખડવલી સ્ટેશનો વચ્ચેના ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. લાંબા અંતરની ટ્રેનો ડાયવર્ટ અથવા શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે, જેને કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે.

રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે સવારે 6:30 વાગ્યાની આસપાસ, ભારે વરસાદને કારણે આટગાંવ અને થાન્સિટ સ્ટેશનો વચ્ચેની માટી પાડવાના કારણે વ્યસ્ત કલ્યાણ-કસારા માર્ગ પરના ટ્રેકને “અસુરક્ષિત” જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે વાશિંદ સ્ટેશન પાસે એક ઝાડ પણ પડી ગયું, જેને કારણે ટ્રેક બ્લોક થઇ ગયો છે.

સેન્ટ્રલ રેલ્વે (CR) ના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કસારા અને ટિટવાલા વચ્ચેની ટ્રેન સેવાઓ અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવી છે.”
દરમિયાન, મધ્ય રેલવેના અન્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે એક ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) પોલ નમી ગયો હતો અને વશિંદ નજીક ટ્રેનનો પેન્ટોગ્રાફ ફસાઇ ગયો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રેન સેવા પુનઃસ્થાપન કરવા કાર્ય ચાલી રહ્યું છે અને શક્ય તેટલી વહેલી તકે ટ્રેકને સાફ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ રૂટની ટ્રેન સેવા પ્રભાવિત:
• વાસિંદ અને ખડવલી સેક્શન વચ્ચે પાણી ભરાઈ જવાને કારણે નીચેની ટ્રેનો શોર્ટ ટર્મિનેટેડ અથવા શોર્ટ ઓરીજીનેટેડ થઈ હતી:

  1. ટ્રેન નંબર 20705 J – CSMT વંદે ભારત એક્સપ્રેસ IGP ખાતે શોર્ટ ટર્મિનેટેડ
  2. ટ્રેન નંબર 20706 CSMT – J વંદે ભારત એક્સપ્રેસ IGP થી શોર્ટ ઓરીજીનેટેડ

• વાસિંદ અને ખાડાવલી સેક્શન વચ્ચે પાણી ભરાવાને કારણે નીચેની ટ્રેનોને DIVA – BSR – JL મારફતે ડાયવર્ટ કરવામાં આવી હતી:

  1. ટ્રેન નંબર 12534 CSMT – LJN પુષ્પક એક્સપ્રેસ
  2. ટ્રેન નંબર 12519 LTT – AGTL એક્સપ્રેસ
  3. ટ્રેન નંબર 12336 LTT – BGP એક્સપ્રેસ

• વાસિંદ અને ખડાવલી સેક્શન વચ્ચે પાણી ભરાવાને કારણે નીચેની ટ્રેનોને JL- BSR – DIVA મારફતે ડાયવર્ટ કરવામાં આવી હતી:

  1. ટ્રેન નંબર 11060 CPR – LTT EXP JCO (06.07.2024)
  2. ટ્રેન નંબર 12294 PRYJ – LTT દુરંતો EXP JCO (06.07.2024)
  3. ટ્રેન નંબર 12742 PNBE – VSG EXP (06.07.2024)
  4. ટ્રેન નંબર 14314 BE – LTT EXP JCO (06.07.2024)

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker