આમચી મુંબઈમહારાષ્ટ્ર

‘લાઈફલાઈન’ની દુવિધાઃ મુંબઈની લોકલમાં 25 ટકા લોકો ટિકિટ લીધા વિના કરે છે ટ્રાવેલ…

મુંબઈ: દેશના આર્થિક પાટનગર મુંબઈના અર્થતંત્રમાં મુંબઈગરાનું યોગદાન સૌથી મોટું છે, પરંતુ મજબૂરી લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાની છે. મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેન લગભગ રાઉન્ડ ધ ક્લોક ચાલુ રહે છે, પરંતુ વધતી ગીચતા, ટિકિટ વગરના ટ્રાવેલ કરનારાની સંખ્યાને કારણે રેલવે જ નહીં, પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે, જેમાં મુંબઈની લોકલમાં મોટી સંખ્યામાં લોકો ટિકિટ વિના ટ્રાવેલ કરતા હોવાના ચોંકાવનારા અહેવાલો મળ્યા છે.

આ પણ વાંચો : વિવિધ યાત્રાધામ વિકાસ માટે રૂ. 305 કરોડની યોજનાઓને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મંજૂરી

લોકલ ટ્રેનોમાં કોરોના કાળની સરખામણીમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ સ્ટેશનો પર હવે ભારે ભીડ જોવા મળે છે. અંદાજે પચીસ ટકા પ્રવાસીઓ ટિકિટ વગર પ્રવાસ કરી રહ્યા હોવાથી પ્રવાસીઓની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે, પણ ટ્રેનોમાં ભીડ યથાવત્ છે. તેથી છેલ્લા કેટલાક મહિનાઓમાં ટિકિટ ચેકિંગ અભિયાન વધારવામાં આવ્યા હોવાનું રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું.

આ રીતે વધી રહ્યા છે પ્રવાસીઓ

પશ્ચિમ અને મધ્ય રેલવેના આંકડા અનુસાર મહામારી બાદ પ્રવાસીઓની સંખ્યામાં ધીરે-ધીરે સુધારો થઇ રહ્યો છે. મધ્ય રેલવેમાં પ્રવાસીઓની સંખ્યા ૨૦૧૯-૨૦માં ૧૫૧.૩૧ કરોડ હતી, જે ૨૦૨૧-૨૨માં ૭૦.૭૫ કરોડ થઇ ગઇ છે, જે લોકડાઉન બાદ ૫૩.૨૬ ટકાનો ઘટાડો થયો હતો.

૨૦૨૨-૨૩માં આ સંખ્યા વધીને ૧૨૯.૧૬ કરોડ (૮૨.૫૫ ટકા) અને ૨૦૨૩-૨૪માં ૧૩૭.૭ કરોડ થઇ ગઇ જેમાં ગયા વર્ષની સરખામણીમાં ૬.૬૧ ટકાનો વધારો થયો હતો. હાલમાં જુલાઇ સુધીનો આંકડો ૪૪.૬૨ કરોડ હતો, જ્યારે ૨૦૨૩-૨૪માં (જુલાઇ સુધી) આ આંકડો ૪૩.૫૬ કરોડ હતો જે ૨.૪૫ ટકા વૃદ્ધિ થઇ હતી.

પશ્ચિમ રેલવેમાં પ્રવાસીઓની સંખ્યા વધી

પશ્ચિમ રેલવેમાં ૨૦૧૯-૨૦માં પ્રવાસીઓની સંખ્યા ૧૨૪.૧૫ કરોડ હતી, જે ૨૦૨૧-૨૨માં ૫૫.૨ કરોડ સુધી પહોંચી ગઇ હતી. ૨૦૨૨-૨૩માં આ સંખ્યા વધીને ૯૭ કરોડ થઇ ગઇ હતી જે ૭૫.૭૨ ટકાનો વધારો હતો. ૨૦૨૩-૨૪માં પ્રવાસીઓની સંખ્યા વધીને ૧૦૧.૨૬ કરોડ થઇ ગઇ હતી. જુલાઇ, ૨૦૨૪ સુધી પ્રવાસીઓનો આંકડો ૨૬.૯૬ કરોડ હતો, જ્યારે ૨૦૨૩-૨૪ના જુલાઇમાં આ આંકડો ૨૫.૨૯ કરોડ હતો જે ૬.૬ ટકાનો વધારો હતો.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…