આમચી મુંબઈમહારાષ્ટ્ર

આનંદો, આ રીતે મુંબઈગરાને મળશે ગરમીમાંથી રાહત, IMDએ કરી આગાહી…

મુંબઈઃ રાજ્ય સહિત મુંબઈમાં નાગરિકો ઉકળાટ (Mumbai Hot Weather)નો સામનો કરી રહ્યા છે અને લોકો આતુરતાપૂર્વક વરસાદની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન મુંબઈગરા માટે થોડા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન ખાતા દ્વારા આગામી કેટલાક દિવસોમાં મુંબઈ સહિત આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ પડશે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે, જેને કારણે નજીકના દિવસોમાં જ ગરમીમાંથી રાહત મળી શકે છે.

હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર મુંબઈ સહિત ઉપનગરમાં પણ આગામી ચાર દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પણ પડશે. આ ઉપરાંત થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં પણ મધ્યનું આગમન એવી આગાહી કરવામાં આવી છે. મોન્સૂન પણ ઝડપથી આગળ વધી રહ્યો હોઈ ટૂંક સમયમાં જ મુંબઈગરાને ગરમીમાંથી મુક્તિ મળી શકે છે.

છેલ્લાં કેટલાક દિવસની વાત કરીએ તો રાજ્યમાં અનેક ઠેકાણે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે અને મુંબઈગરા પણ ઉકળાટથી પરેશાન થઈ ગયા છે. તાપમાનમાં ઘટાડો થયો હોવા છતાં પણ હવામાં રહેલી આર્દ્રતાને કારણે મુંબઈગરા ઉકળાટથી પરેશાન થઈ ગયા છે. આવી પરિસ્થિતિ વચ્ચે આગામી ત્રણ ચાર દિવસ વાતાવરણ વાદળછાયું રહેવાનું હોઈ અમુક ઠેકાણે મધ્યમ વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર જ નહીં પણ દેશની રાજધાની દિલ્હી સહિત અનેક ઠેકાણે ગરમીએ માઝા મૂકી દીધા છે અને ગરમીને કારણે નાગરિકો બેહાલ થઈ ગયા છે. ગઈકાલે એટલે કે સોમવારે રાજ્યમાં અનેક ઠેકાણે તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસનો આંકડો વટાવી ચૂક્યો હચો. દિલ્હી સહિત રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ગુજરાત માટે ગરમી માટે હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ (IMD Announce Red Alert)ની જાહેરાત કરવામાં આવી છે

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button