મુંબઈ સહિત કોંકણ પરિસરમાં ૨૬થી ૩૦ ઓક્ટોબર દરમ્યાન ભારે વરસાદની ચેતવણી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈ સહિત કોંકણ પરિસરમાં ૨૬થી ૩૦ ઓક્ટોબર દરમ્યાન ભારે વરસાદની ચેતવણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈ, થાણે, નવી મુંબઈ સહિતના મુંબઈ મેટ્રોપોલિટન રિજન વિસ્તારમાં રવિવાર સવારથી વાદળિયું વાતાવરણ રહ્યા બાદ બપોરથી વરસાદ ચાલુ થયો હતો. સાંજ સુધીમાં તો મુંબઈના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડયો હતો. પવન ફૂંકાવાની સાથે જ ભારે વરસાદને પગલે રવિવારની રજાના દિવસે બહાર ફરવા નીકળેલા મુંબઈગરાની પંચાત થઈ ગઈ હતી.

પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થયો હોવાથી મુંબઈ સહિત કોંકણમાં ૨૬થી ૩૦ ઑક્ટોબર સુધી મુશળધાર વરસાદ પડવાની શક્યતા છે.

આપણ વાચો: ડોમ્બિવલીમાં મુશળધાર વરસાદ:ગટરમાં પડી ગયેલા સગીરનું મૃત્યુ…

હવામાન ખાતાએ અંદાજા મુજબ આગામી પાંચ દિવસ મહારાષ્ટ્રના અમુક વિસ્તારમાં વીજળીના ગડગડાટ અને કલાકના ૪૦-૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તેમ જ કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના અમુક ઠેકાણે પણ મુશળધાર વરસાદ પડશે.

દક્ષિણ મહારાષ્ટ્ર, ગોવા અને કોંકણ કિનારપટ્ટી પર ૨૬ ઑક્ટોબરથી ૩૦ ઑક્ટોબર દરમ્યાન પવન ફૂંકવાની સાથે જ વરસાદ પડવાની શકયતા છે. માછીમારોને આ સમય દરમ્યાન દરિયામાં નહીં જવાની ચેતવણી પ ાપવામાં આવી છે. ૨૭ ઓક્ટોબરના પૂર્વ મધ્ય અને અગ્નિ અરબી સમુદ્રમાં ૪૫થી ૬૫ કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button