આમચી મુંબઈટોપ ન્યૂઝ

આવતીકાલથી મુંબઈના રસ્તા પર નહીં દોડે આ આઇકોનિક કાળી પીળી ટેક્સી…

મુંબઈ: વર્ષો સુધી માયાનગરી મુંબઇના રસ્તાની અપ્ર દોડતી અને મુંબઈની ઓળખ બની ચૂકેલી કાળી-પીળી ટેક્સી કે જેને આપણે બધા કાળી-પીળી ‘પ્રીમિયર પદ્મિની’ ટેક્સી તરીકે પણ ઓળખીએ છીએ તે હવે મુંબઈના રસ્તા પરથી ગાયબ થવાની છે. હવે આ ટેક્સીની જગ્યાએ નવા મૉડલ ધરાવતી એપ આધારિત કેબ સેવા શરૂ કરવામાં આવશે, એવી માહિતી મળી રહી છે.

ડીઝલ પર ચાલતી બેસ્ટની ડબલ ડેકર બસને બંધ કર્યા બાદ હવે છ છ દાયકા સુધી મુંબઇની શાન સમી અને ઓળખ બની ચૂકેલી આ કાળી પીળી ટેક્સીને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈના પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે બેસ્ટ દ્વારા કાળી પીળી ટેક્સી તરીકેનું છેલ્લું રજીસ્ટ્રેશન 29મી ઑક્ટોબર 2003ના રોજ તારદેવ RTO ખાતે કરવામાં આવ્યું હતું.


મુંબઈની છેલ્લી રજિસ્ટર્ડ પ્રીમિયર પદ્મિની ટેક્સી (MH-01-JA-2556)ના માલિક પ્રભાદેવીએ આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે કહ્યું, આ મુંબઈનું ગૌરવ અને આપણા બધાના જીવનનો એક મહત્વનો હિસ્સો છે. પ્રીમિયર પદ્મિની ટેક્સી સોમવારથી મુંબઈના રસ્તા પર માં ઓફિશિયલી નહીં દોડે..

પરેલના રહેવાસી અને કળાપ્રેમી એવા પ્રદીપ પાલવે જણાવ્યું હતું કે આજકાલ તો હવે પ્રીમિયર પદ્મિની ટેક્સી માત્ર મુંબઇની દીવાલો પર રહી ગઈ છે.


મુંબઇ ટેક્સીમેન્સ યૂનિયનના મહાસચિવ એએલ ક્વાડ્રોસે ભૂતકાળની યાદો તાજી કરતાં કહ્યું હતું કે ટેક્સી તરીકે પ્રીમિયર પદ્મિનીની સફર 1964માં ફિયાટ 1100 ડિલાઇટ મૉડલ સાથે શરૂ થઇ હતી અને આ કાળી-પીળી ટેક્સીનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. આ ટેક્સીનો રંગ કાળો-પીળો રાખવાનો શ્રેય સ્વતંત્રતા સેનાની અને પૂર્વ સાંસદ વીબી ગાંધીને જાય છે.


શહેરના જાણીતા ઇતિહાસકાર આ અંગેનો ઈતિહાસ ઉલેચતા જણાવ્યું હતું કે વીબી ગાંધીએ તત્કાલિન વડા પ્રધાન જવાહરલાલ નેહરૂને એવી ભલામણ કરી હતી કે કેબના ઉપરના ભાગને પીળા રંગથી રંગવો જોઇએ જેથી તેને દૂરથી જ જોઇ શકાય અને કોઇ પણ પ્રકારના દાગને છુપાવવા માટે નીચેના ભાગને કાળો રાખવામાં આવે અને આ રીતે મુંબઈને કાળી પીળી ટેક્સીના સ્વરૂપમાં એક આગવી ઓળખ મળી.


સ્વતંત્રતા બાદ ભારતમાં અનેક કાર મોડેલ હતી પણ ત્યાર બાદ આ મોડેલની સંખ્યા બે પૂરતી જ મર્યાદિત રહી ગઈ હતી. જેમાં પ્રીમિયર પદ્મિની અને એમ્બેસેડરનો સમાવેશ થાય છે અને હવે આ પ્રીમિયર પદ્મિની કાળી પીળી ટેક્સી પણ આજે મુંબઇના રસ્તા પર છેલ્લી વખતે દોડતી જોવા મળશે. રસ્તા પરથી ગાયબ થવાની સાથે સાથે જ આ કાળી પીળી ટેક્સી પોતાની સાથે મુંબઈગરાની સેંકડો સંભારણા અને ઐતિહાસિક વારસો આવનારી પેઢી માટે મૂકીને જઈ રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા