ઝવેરીની દુકાનમાં લૂંટના કેસનો ફરાર આરોપી 16 વર્ષ બાદ પકડાયો
થાણે: નાલાસોપારામાં ઝવેરીની દુકાનમાં શસ્ત્રની ધાકે દાગીનાની લૂંટમાં સંડોવાયેલા 43 વર્ષના આરોપીને પોલીસે 16 વર્ષ બાદ ઝડપી પાડ્યો હતો.
આરોપીની ઓળખ જ્હોની ઉર્ફે જનાર્ધન વાઘમારે તરીકે થઇ હોઇ તેણે સાથીદારો સાથે મળીને ફેબ્રુઆરી, 2008માં નાલાસોપારામાં ઝવેરીની દુકાનમાં શસ્ત્રની ધાકે 40 લાખ રૂપિયાના દાગીના લૂંટ્યા હતા.
આ પણ વાંચો : ગણેશોત્સવમાં મળશે ‘આનંદાચા શિધા’: એકનાથ શિંદેનો મોટો નિર્ણય
પોલીસે એ સમયે લૂંટનો ગુનો દાખલ કરીને પાંચ આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે વાઘમારે ફરાર થઇ ગયો હતો, એમ મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસના સેન્ટ્રલ ક્રાઇમ યુનિટના સિનિયર ઇન્સ્પેક્ટર રાહુલ રાખાએ જણાવ્યું હતું.
પોલીસે તાજેતરમાં વાઘમારેને પકડવા વિશેષ ટીમ તૈયાર કરી હતી. પોલીસ ટીમે આખરે મળેલી માહિતીને આધારે તેને હિંગોલીથી ઝડપી પાડ્યો હતો. વાઘમારે 13 ગુનામાં સંડોવાયેલો છે, એવું તપાસમાં જાણવા મળ્યું હતું. (પીટીઆઇ)