મહારાષ્ટ્રમાં સૌથી ગરમ મુંબઈ @૩૭.૪ ડિગ્રી | મુંબઈ સમાચાર

મહારાષ્ટ્રમાં સૌથી ગરમ મુંબઈ @૩૭.૪ ડિગ્રી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાએ શનિવારે ઑક્ટોબર હીટનો બરોબરનો અનુભવ કર્યો હતો. શનિવારના મુંબઈમાં ૩૭.૪ ડિગ્રી જેટલા ઊંચા તાપમાન સાથે જ મોસમનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ તરીકે તો નોંધાયો હતો, પરંતુ પૂરા રાજ્યમાં પણ સૌથી ઊંચુ તાપમાન મુંબઈમાં જ નોંધાયું હતું.

ચોમાસની વિદાય સાથે જ મુંબઈમાં ઑક્ટોબર હીટની આકરી ગરમી પડી રહી છે. છેલ્લા થોડા દિવસથી તાપમાનનો પારો સતત ૩૩ ડિગ્રીથી ઊંચો નોંધાઈ રહ્યો છે ત્યારે શનિવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭.૪ ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો ૨૫.૫ ડિગ્રી જેટલો ઊંચો નોંધાયો હતો. તો કોલાબામાં મહત્તમ તાપમાન ૩૫.૦ ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો ૨૬.૫ ડિગ્રી જેટલું નોંધાયું હતું.

આ અગાઉ ૩૬.૪ ડિગ્રી જેટલું ઊંચુ તાપમાન ૧૮ ઑક્ટોબર, બુધવારના નોંધાયું હતું. પરંતુ શનિવારે મુંબઈ પૂરા રાજ્યમાં સૌથી વધુ ગરમ રહ્યું હતું. તો ઑક્ટોબરમાં અત્યાર સુધીનું સૌથી ઊંચા
તાપમાનનો રેકોર્ડ ૨૦૧૫ની ૧૭ ઑક્ટોબરના નોંધાયો હતો. એ દિવસે ૩૮.૬ જેટલું ડિગ્રી ઊંચુ તાપમાન નોંધાયું હતું.

સંબંધિત લેખો

Back to top button