જૂનથી ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક પ્રિ-પેઈડ રિક્ષા શરૂ કરવાનો પરિવહન પ્રધાનનો નિર્દેશ

મુંબઈઃ રાજ્યમાં નવા એરપોર્ટને લઈ સરકાર સાથે સહયોગી એજન્સી સક્રિય બની છે ત્યારે હવે મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પ્રિ-પેઈડ ટેક્સી સેવા શરુ કરવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યના પરિવહનપ્રધાન પ્રતાપ સરનાઈકે પરિવહન વિભાગ અને અદાણી જૂથના પ્રતિનિધિઓને ૧ જૂન, ૨૦૨૫થી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટી-વન અને ટી-ટૂ ટર્મિનલ પર પ્રિ-પેઈડ ઓટોરિક્ષા સેવાઓ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
પ્રતાપ સરનાઈકે વિધાન ભવન ખાતે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પ્રિ-પેઈડ રિક્ષા સેવાઓના પ્રારંભ અને નાશિક અને સિંધુદુર્ગ જિલ્લાઓમાં બસ સ્ટેન્ડની કામગીરીની સમીક્ષા કરી હતી.
આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર ‘ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન સિસ્ટમ’ લોન્ચ કરવાનું મુલતવી
સરનાઈકે જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ પાસે છે અને અદાણી ગ્રુપ અને પરિવહન વિભાગ સાથે સંકલન કરીને આગામી બે મહિનામાં પ્રિ-પેઈડ રિક્ષા સેવા શરૂ કરવા માટે તમામ જરૂરી માળખાગત સુવિધાઓ બનાવવામાં આવશે.
આનાથી મુસાફરોને વધુ સુવિધાજનક અને સરળ મુસાફરી સુવિધાઓ મળશે, તેથી એરપોર્ટનું સંચાલન કરતા અદાણી ગ્રુપે પરિવહન વિભાગના સહયોગથી પહેલી જૂનથી પ્રીપેડ રિક્ષા સેવા શરૂ કરવા માટે કાર્યવાહી કરવી જોઈએ.