કેમ મુંબઈની હોટેલોમાં કસ્ટમર્સને આપવામાં આવે છે બે અલગ અલગ રંગની સ્લિપર્સ? કારણ છે એકદમ મજેદાર…

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા ને? પણ આવું થઈ રહ્યું છે. આ પાછળનું કારણ પણ ખૂબ જ મજેદાર છે. સામાન્યપણે એવું જોવા મળે છે કે હોટેલમાં રોકાવવા આવેલા ગેસ્ટ ત્યાંથી ટોવેલ, ટુથપેસ્ટ, કાંસકો, તેલ, સાબુ, શેમ્પુ વગેરે ઉઠાવીને લઈ જાય છે. કેટલાક લોકો તો એવા પણ હોય છે કે જેઓ હોટેલના બેડશીટ્સ, કંબલ પણ ચોરી જાય છે તો કેટલાક લોકો એવા પણ હોય છે કે જે હોટેલમાં આપવામાં આવતી સ્લિપર્સ પણ ચોરી જાય છે. આ સમસ્યાથી કંટાળીને જ મુંબઈની એક હોટેલે વિચિત્ર કહી શકાય એવું પગલું ભર્યું છે જેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. આવો જોઈએ શું છે આ વિચિત્ર નિર્ણય-
મુંબઈની એક હોટેલે ગ્રાહકોની આ હેબિટથી કંટાળીને એક અનોખો રસ્તો શોધી કાઢ્યો છે અને એની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે. મુંબઈની આ હોટેલ પોતાના ગેસ્ટને અલગ અલગ રંગના ચંપલ આપે છે, જેથી કોઈ તેને પોતાની સાથે ઘરે ના લઈ જાય. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેજસ્વી ઉડુપ્પા નામના એક યુઝકે પોતાની પોસ્ટમાં અલગ અલગ ચંપલના ફોટો શેર કર્યા છે. જેમાં એક ચંપલ ગ્રીન અને એક ચંપલ પીળું દેખાઈ રહ્યું છે.
આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહી છે અને લોકો હોટેલના માલિકની આઈડિયાના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે તેજસ્વીની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે મારા પિતા કહેતાં હતા જ્યારે તમે કોઈને પેન આપો ત્યારે ક્યારે પણ તેનું ઢાંકણું કોઈને ના આપો. બીજા એક યુઝરે લખ્યું હતું કે જે લોકો પણ ચોરી કરવાના છે એ લોકો તો આ બેજોડ જોડીને પણ ચોરી કરશે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે મને નહોતી ખબર હંટર ગ્રીન અને ટેન કલર એકબીજા સાથે ખૂબ જ સારા લાગી શકે છે.
આ પણ વાંચો : મુંબઈ યુનિવર્સિટીના ‘છબરડા’થી પરેશાન થયા ડિગ્રીધારકો, જાણો શું કરી ભૂલ?
સોશિયલ મીડિયા પર હાલમાં મુંબઈની હોટેલ માલિકની બે અલગ અલગ કલરના ચંપલ ગેસ્ટને આપવાના નિર્ણયની ચર્ચા ચાલી રહી છે. તમને પણ હોટેલના માલિકનો આ આઈડિયા કેવો લાગ્યો એ ચોક્કસ કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.