મુંબઈ પહેલીથી ચોથી મે દરમિયાન વેવ્સનું આયોજન કરશે…
ફડણવીસ મુખ્યમંત્રીએ કહ્યું કે મુંબઈ વાર્ષિક સમિટનું કાયમી સ્થળ હશે, જે સર્જનાત્મક અર્થતંત્રને વેગ આપશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે જણાવ્યું હતું કે પ્રથમ વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ અને મનોરંજન સમિટ (વેવ્સ) પહેલીથી ચોથી મે દરમિયાન મુંબઈમાં યોજાશે. ફડણવીસે કહ્યું હતું કે, મુંબઈ વાર્ષિક સમિટનું કાયમી સ્થળ બનશે, જે સંપત્તિ અને રોજગાર સર્જનની દ્રષ્ટિએ સૌથી ઝડપથી વિકસતી ‘સર્જનાત્મક અર્થવ્યવસ્થા’ને વેગ આપશે. તેમણે કહ્યું હતું કે 100 દેશોના 5,000 પ્રતિનિધિઓ સમિટમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.
ફડણવીસે કહ્યું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી (આઈઆઈસીટી) ફિલ્મ સિટીની જમીન પર બનાવવામાં આવશે અને કેન્દ્ર અને રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, મલાડમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના 240 એકરના પ્લોટનો ઉપયોગ ફિલ્મ નિર્માણ અને પોસ્ટ-પ્રોડક્શન પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે.
માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અશ્વિની વૈષ્ણવે અગાઉ કહ્યું હતું કે વેવ્સ 31 ક્રિએટ ઇન ઇન્ડિયા પડકારો દ્વારા સર્જનાત્મક પ્રતિભાને ઉછેરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેણે ગેમિંગ, સંગીત, કોમિક્સ, એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને બ્રોડકાસ્ટિંગ જેવા ક્ષેત્રોમાં 400થી વધુ સર્જકોને શોર્ટલિસ્ટ કર્યા છે.
આ સર્જકોને તેમના બૌદ્ધિક સંપદા અધિકારોનું રક્ષણ કરતી વખતે તેમના વિચારોને બજાર-તૈયાર ઉત્પાદનોમાં રૂપાંતરિત કરવામાં મદદ કરવાનું આ પ્રવૃત્તિનું ધ્યેય છે, એમ તેમણે કહ્યું હતું. સમિટમાં 725થી વધુ સર્જકોની કૃતિનું પ્રદર્શન થવાની અપેક્ષા છે.
આપણ વાંચો : લોકોને કચરો નાખતા રોકવા નાળાની બંને બાજુ જાળી લાગશે