મુંબઈ હાઈકોર્ટે લવ મેરેજના કેસમાં આપ્યો મહત્વનો ચુકાદો, કહી આ મોટી વાત...
Top Newsઆમચી મુંબઈ

મુંબઈ હાઈકોર્ટે લવ મેરેજના કેસમાં આપ્યો મહત્વનો ચુકાદો, કહી આ મોટી વાત…

મુંબઈ: મુંબઈ હાઈકોર્ટે લવ મેરેજ અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ સમગ્ર કેસમાં અદાલતે પોલીસને અલ્પ સંખ્યક સમુદાયની યુવતીને મહારાષ્ટ્રની બહાર લઈ જવાનો નિર્દેશ આપ્યો છે. આ યુવતી તે સ્થળે તેના મિત્ર સાથે રહેતી હતી. જેમાં આ યુવતી અન્ય ધર્મના યુવક સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. જેના લીધે તેણે ઘર છોડી દીધું હતું. જયારે આ યુવતીને 10 ઓક્ટોબરના રોજ પિતા તરફથી દાખલ કરવામાં આવેલી અરજી બાદ અદાલતમાં હાજર કરવામાં આવી હતી. જયારે અદાલતે સુનાવણી દરમિયાન કહ્યું કે આ યુવતી વયસ્ક છે અને પોતાના જીવનનો નિર્ણય જાતે લઈ શકે છે.

તેમની પુત્રી 18 એપ્રિલના રોજથી ગુમ

જયારે યુવતીના પિતાએ અરજીમાં કહ્યું હતું કે, તેમની પુત્રી 18 એપ્રિલના રોજથી ગુમ છે. તેમને વકોલા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી હતી.જેમાં તેમણે એક યુવક પર શંકા વ્યક્ત કરી હતી. તેમજ ત્રણ ઓક્ટોબરના રોજ વકીલે પુત્રીની સુરક્ષા મુદ્દે આશંકા વ્યક્ત કરી હતી.

યુવતીને કોર્ટમાં હાજર કરવા આદેશ આપ્યો

જયારે વકીલે જજને યુવતીનો પોલીસે લીધેલો એક વિડીયો દર્શાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે યુવતી દબાણમાં નિવેદન આપી રહી છે. તેની બાદ અદાલતે અદાલતે યુવતીને કોર્ટમાં હાજર કરવા આદેશ આપ્યો હતો. તેમજ જજે યુવતીએન ચેમ્બર બોલાવીને તેની સાથે વાતચીત કરી હતી અને નિવેદન અને પૃચ્છા કરી હતી.

યુવતી ત્રણ માસનો ગર્ભ ધરાવે છે

જયારે જજે કહ્યું કે તે હાલમાં સારી સ્થિતિમાં છે અને યોગ્ય જવાબ આપે છે. યુવતીએ જણાવ્યું કે તે સારી નોકરી કરી રહી છે. તેમજ મહારાષ્ટ્રમાં પોતાના મિત્ર સાથે રહે છે. તેમજ તે તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે. પરંતુ માતા પિતા તેમાં અડચણ નાખી રહ્યા છે. તેમજ તે ત્રણ માસનો ગર્ભ ધરાવે છે.

યુવતી વયસ્ક છે અને નિર્ણય લેવા માટે સ્વતંત્ર

જેની બાદ જજોએ જણાવ્યું કે આ યુવતી વયસ્ક છે અને નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. તેથી આગળ કશું કહેવાનું નથી થતું. જયારે અદાલતે પિતાને પુત્રી સાથે વાત કરવાની મંજુરી આપી હતી. જોકે, તેમણે વાત નહોતી કરી તેમણે માત્ર એકબીજાને નિહાળ્યા જ હતા.

આ પણ વાંચો…મેરેજ રજિસ્ટ્રેશન માટે હવે ફાસ્ટ ટ્રેક ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button