સાઈબર ક્રાઈમમાં આટલામો છે આમચી મુંબઈનો નંબર

છેલ્લાં કેટલાક વર્ષોની વાત કરીએ તો દેશમાં સાઈબર ક્રાઈમની ઘટનાઓમાં મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે અને આવું નહીં પણ એક સર્વે દરમિયાન સામે આવેલા આંકડાઓ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે.
હાલમાં જ હાથ ધરવામાં આવેલા આ સર્વે બાદ પ્રાપ્ત થયેલાં આંકડાઓ પરથી અનેક ચોંકાવનારી બાબતો સામે આવી હતી, જેમાંથી સાઈબર ક્રાઈમમાં વધારો થયો હોવાનું દ્રશ્ય જોવા મળ્યું હતું જે આપણા બધા માટે જ ખતરાની ઘંટડી સમાન છે. મુંબઈ, પુણે, કોલકત્તા અને દિલ્હી જેવા મેગા સિટીમાં સાઈબર ક્રાઈમના પ્રમાણમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.
2023ની વાત કરીએ તો બીજા ત્રિમાસિકમાં જોવા મળેલા આંકડાઓ અનુસાર કોલકતા શહેર 7.08 દસલાખ સાઈબર અટેકના જોખમ સાથે આ યાદીમાં પહેલાં નંબરે આવે છે. ત્યાર બાદ 7.00 દસલાખ સાઈબર અટેકના જોખમ સાથે મુંબઈ બીજા નંબરે આવે છે. ત્યાર બાદ બેંગ્લોર, સુરત, હૈદરાબાદ, અમદાવાદ, ચેન્નઈ અને ગુડગાંવ જેવા સાઈબર ગુનેગારો ગુનાઓ આચરવા માટે વિવિધ એપ્લિકેશન પર અને પ્લેટફોર્મ પર ઉપયોગમાં લેવામાં આવતી નવી ટેક્નિક્સનું પ્રમાણ દિવસે દિવસે વધી જ રહ્યું છે, જે ખરેખર ચિંતાજનક છે. આ અહેવાલમાંથી એવું જાણવા મળ્યું હતું કે દેશભરમાં સાઈબર ફ્રોડના પ્રમાણમાં વધતું જ જઈ રહ્યું છે.
સંશોધકોને એ વાત પણ ધ્યાનમાં આવી હતી કે ગુનેગારોનો લેટેસ્ટ ટ્રેન્ડ એટલે હિડન એડ. આ એડનો પ્રસાર ગૂગલ પ્લે પરની એન્ડ્રોઈડ ગેમિંગ એપના માધ્યમથી કરવામાં આવી રહ્યો છે. આ ટ્રિકનો સિફતપૂર્વક ઉપયોગ કરીને સાઈબર ક્રિમીનલ્સ નાગરિકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે.