આમચી મુંબઈ

મુંબઈને ચકાચક બનાવવા ૧૮૦૦ કર્મચારી અને ૨૦૦ મશીન લાગ્યા કામે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરના મુખ્ય પરિસરની સાથે જ નાના-મોટા રસ્તા, ગલીઓ, ફૂટપાથ અને સાર્વજનિક શૌચાલયોને સ્વચ્છ, સુંદર અને ચકાચક બનાવવા માટે દરરોજ ૧,૮૦૦ કર્મચારી અને લગભગ ૨૦૦ મશીનની મદદ લેવામાં આવી રહી હોવાનો દાવો મુંબઈ મહાનગરપાલિકાએ કર્યો છે.મુંબઈના તમામ સાર્વજનિક સ્થળો, મુખ્ય રસ્તા અને પરિસરની નિયમિત રીતે સફાઈ થાય છે, તે મુજબ જ અન્ય નાના રસ્તા, ગલીઓ, વસતી તેમ જ સાર્વજનિક શૌચાલયની સફાઈ પર ભાર આપવામાં આવી રહ્યો છે. પાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલે તમામ ૨૪ વોર્ડ અને સંબંધિત ખાતાને તે મુજબ પગલા લેવાની સૂચના આપી હતી.કમિશનરના આદેશ મુજબ પાલિકાના ઘનકચરા વિભાગે પાલિકાના ૧,૪૨૭, બિનસરકારી સંસ્થાના ૨૪૧, તો કૉન્ટ્રેક્ટ પર ૮૦ એમ કુલ ૧,૭૪૮ મનુષ્યબળને સફાઈ માટે નીમ્યા છે. તે પ્રમાણે જ જેસીબી, ડંપર વગેરે મળીને કુલ ૧૮૬ વાહનોને તહેનાત કરવામાં આવ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button