મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘ દ્વારા આઈ કેમ્પનું આયોજન

મુંબઈ: મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘ દ્વારા ગુજરાતી પત્રકારો માટે ખાસ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આઈ કેમ્પ દરમિયાન સંઘના સભ્ય તેમનાં પત્નીની પણ આંખોની ચકાસણી કરાવી શકશે. પત્રકારોના કામકાજના સમયને ધ્યાનમાં રાખી રવિવાર, તા. 30 જૂન 2024ના સવારે 11 થી 3 દરમિયાન 1, સ્વાતિ, ચંદાવરકર ક્રોસ રોડ, બોરિવલી (પશ્ચિમ), મુંબઈ-400 092 ખાતે આઇ કેમ્પનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. આઈ કેમ્પમાં આંખોની ચકાસણી, નંબર ચેકીંગ, મોતિયો વગેરેનું ચેકીંગ કરવામાં આવશે. ઉપરાંત જેમને વાંચવાના નંબર હશે તેમને માત્ર રીડિંગ માટેના ચશ્મા ફ્રી બનાવી આપવામાં આવશે.