આમચી મુંબઈટોપ ન્યૂઝ

ગોખલે બ્રિજ ૧૫મી મે સુધી ખુલ્લો મુકાશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: બે મહિના બાદ જયારે અંધેરીના ગોખલે બ્રિજનું બીજા તબક્કાનું કામ પૂરું થઈને તે પૂર્ણ ક્ષમતાએ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે ત્યારે ગોખલે બ્રિજથી સીડી બરફીવાલા ફ્લાયઓવરનો પ્રવાસ વાહનચાલકો માટે વધુ સરળ બની રહેવાનો છે.

આ પણ વાંચો : 203 વર્ષની નવી સિદ્ધિ: ‘મુંબઈ સમાચાર’ની અંગ્રેજી વેબસાઈટ લોન્ચ કરાઈ

ગયા વર્ષે ગોખલે બ્રિજને પહેલા તબક્કામાં ખુલ્લો મૂકવામાં આવ્યા બાદ વિવાદાસ્પદ બરફીવાલા ફ્લાયઓવર સાથે એક લેનને જોડવામાં આવ્યો હતો. હવે ગોખલે બ્રિજનું બીજા તબક્કાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે ત્યારે બરફીવાલા ફ્લાયઓવર સાથે ગોખેલ બ્રિજની બીજી લેન પશ્ચિમથી પૂર્વ સાથેનું બાકી રહેલું જોડાણનું કામ પણ પૂરું કરી નાખવામાં આવ્યું છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ગોખલે બ્રિજના બીજા તબક્કાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે અને ૧૫ મે સુધીમાં તેને પૂર્ણ ક્ષમતાએ ખોલવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. પહેલા તબક્કામાં બ્રિજ ખોલવાના લગભગ એક વર્ષ કરતા વધુ સમય બાદ અને બરફીવાલા ફ્લાયઓવરનો એક ભાગ તેની સાથે જોડાયાના આઠ મહિના પછી આખો ગોખલે બ્રિજ ખુલ્લો મૂકાવાનો છે.

આ પણ વાંચો : મુંબઈના રસ્તાઓનું કંગાળ કૉક્રીટીકરણ:વિધાનસભામાં મુદ્દો ગાજ્યો, સુધરાઈને ઝાટકી…

ફેબ્રુઆરી, ૨૦૨૪માં જયારે ગોખલે પુલનો પહેલો તબક્કાનો હિસ્સો વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે તેની અને સીડી બરફીવાલા ફ્લાયઓવર વચ્ચે છ ફૂટનું અંતર જણાઈ આવતા બધા ચોંકી ગયા હતા. ગોખલે બ્રિજનો એક તબક્કાનો હિસ્સો ચાલુ થઈ ગયા બાદ તેને બરફીવાલા સાથે જોડવામાં ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. પાલિકાએ ૧૪ એપ્રિલ, ૨૦૨૪ના રોજ બંને ફ્લાયઓવરના એક લેવલ પર લાવવા માટે ગ્રાઉન્ડ વર્ક ચાલુ કર્યું હતું અને જુલાઈ ૨૦૨૪ના પહેલા અઠવાડિયામાં તે પૂરું થયું હતું. હવે ગોખલે બ્રિજ અને બરફીવાલા ફ્લાયઓવર સાથેની બીજી લેનની જોડાણનું કામ પણ પૂરું થયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button