આમચી મુંબઈધર્મતેજનેશનલમહારાષ્ટ્ર

Lalbaugcha Raja ના શિરે 16 કરોડનો સોનાનો મુગટ આકર્ષણનું કેન્દ્ર

મુંબઇ : મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. ત્યારે મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાની(Lalbaugcha Raja) પહેલી ઝલક જોવા મળી છે. લાલબાગચા રાજાના શિરે 16 કરોડ રૂપિયાનો મુગટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. લાલબાગચા રાજા મુંબઈનું સૌથી પ્રખ્યાત ગણેશ મંડળ છે. સમગ્ર મહારાષ્ટ્રમાંથી વીવીઆઈપી લોકો દર્શન માટે આવે છે.

લાલબાગચા રાજાના શિરે આ વર્ષે 20 કિલો સોનાનો મુગટ
મળતી માહિતી અનુસાર, લાલબાગચા રાજાના શિરે આ વર્ષે 20 કિલો સોનાનો મુગટ છે. જે અંબાણી પરિવારે અર્પણ કર્યો છે. જેની કિંમત 16 કરોડ રૂપિયા છે. જેમાં ઝીણી કોતરણીવાળી ગોલ્ડન અને સિલ્વર ડિઝાઇન સાથે રાજાની પાછળ બંને તરફ મહેલની દીવાલ પર મોરની સજાવટ પણ કરવામાં આવી છે.

અનંત અંબાણી ગણેશ મંડળના ઑનરરી મેમ્બર
અનંત અંબાણીને લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના ઑનરરી મેમ્બર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અંબાણી પરિવારે આ ગણેશ મંડળની પેશન્ટ આસિસ્ટન્ટ ફંડ સ્કીમમાં પણ ફાળો આપ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશને લાલબાગચા રાજા મંડળને 24 ડાયાલિસિસ મશીન પણ આપ્યા છે. દર વર્ષે અંબાણી પરિવાર પણ કરોડો રૂપિયાનું દાન કરે છે.

આવતીકાલથી દર્શન શરૂ થશે
લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના સુધીર સીતારામ સાળવીએ જણાવ્યું હતું કે લાલબાગચા રાજાની પ્રથમ ઝલક બહાર આવી છે. મંડળે તેની માટે સારી રીતે તૈયારીઓ કરી છે. લાલબાગચા રાજાના દર્શન માટે લાઇન લાગે છે. તેમજ આવતીકાલથી શરૂ થતા દર્શન માટે પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

મૂર્તિની ડિઝાઇન દર વર્ષે બદલાતી રહે છે
મુંબઈમાં લાલબાગચા રાજાની પ્રતિમાનો ભવ્ય દેખાવ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. મૂર્તિની ડિઝાઇન દર વર્ષે બદલાતી રહે છે. ગણેશોત્સવ દરમિયાન અહીં મોટી સંખ્યામાં લોકો પોતાની ઈચ્છા સાથે ગણપતિના દર્શન કરવા આવે છે. ગણેશ મંડળ દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.લાલબાગચા રાજાના દર્શન કરવા દેશ-વિદેશથી લોકો આવે છે.

Show More

Related Articles

Back to top button
એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ… આટલી મોંઘી કુર્તી પહેરીને પપ્પાના ખોળામાં મસ્તી કરતી દેખાઈ Raha Kapoor… આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં?