રાણીબાગમાં છથી આઠ ફેબ્રુઆરી દરમ્યાન ‘મુંબઈ પુષ્પોત્સવ’

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા અને ટ્રી ઓથોરિટીએ સંયુક્ત રીતે ભાયખલામાં આવેલા વીરમાતા જિજાબાઈ ભોસલે વનસ્પતી ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલયમાં છ ફેબ્રુઆરીથી આઠ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધીના ત્રણ દિવસ માટે ‘મુંબઈ પુષ્પોત્સવ’નું આયોજન કર્યું છે. આ વર્ષે બહુપ્રતિક્ષિત ફ્લાવર ફેસ્ટિવલની ૨૯મી આવૃત્તિ છે.
મુંબઈગરા માટે શુક્રવાર, છ ફેબ્રુઆરી, ૨૦૨૬ના સવારના ‘મુંબઈ પુષ્પોત્સવ’નું ઉદ્ઘાટન થશેે અને ત્યારબાદ રાતના આઠ વાગ્યા સુધી તે ખુલ્લુ રહેશે. બાકીના બે દિવસ સવારના આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્ય સુધી ખુલ્લુ રહેશે. વાઈબ્રન્ટ ફૂલોની પ્રજાતિઓ અને ફળોના રોપાથી લઈને ઔષધીય અને મોસમી જાતિના લગભગ ૫,૦૦૦ છોડ આ પુષ્પોત્સવમાં જોવા મળશે. મુંબઈગરા માટે આ પુષ્પોત્સવ વિનામૂલ્યે ખુલ્લો રહેશે.
આ પણ વાંચો : આનંદો, મુંબઈગરાને મળશે 100 નવી લોકલ ટ્રેનો, એસી લોકલ ટ્રેનો માટે પણ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ
ફ્લાવર ફેસ્ટિવલ ‘હેન્ડ ઓન ગાર્ડનિંગ’ વર્કશોપ ઓફર કરશે. તેમાં સહભાગી થનારાઓને છોડની સંભાળ રાખવી, વૃક્ષો અને વેલાની જાળવણી કરવી અને યોગ્ય સમયે અને કેટલા માત્રામાં ખાતર આપવું વગેરે શીખવવામાં આવશે. આ પુષ્પોત્સવ દર વર્ષે એક થીમ પર આધારિત હોય છે.



