આમચી મુંબઈટોપ ન્યૂઝ
મુંબઈની ઝૂંપડપટ્ટીમાં લાગી ભીષણ આગ, 10 ફાયર એન્જિન તૈનાત
![fire broke out Azad Nagar Bhayandar East](/wp-content/uploads/2024/02/A-major-fire-broke-out-in-Azad-Nagar-in-Bhayandar-East.webp)
ભાયંદરઃ સવાર સવારમાં મુંબઇના પરામાં આગ લાગવાના સમાચાર જાણવા મળ્યા છે. મુંબઈના ભાયંદર પૂર્વના ગીચ વસ્તીવાળા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટી આગ ફાટી નીકળી હતી. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે આગ સૌપ્રથમ ભાયંદર પૂર્વના આઝાદ નગર વિસ્તારમાં એક ગોડાઉનમાં ફાટી નીકળી હતી અને ઝડપથી સાંકડી ગલીઓમાં ફેલાઈ ગઈ હતી. ધીમે ધીમે આગ નજીકના કામચલાઉ ઘરો અને બાંધકામોમાં પણ ફેલાઇ ગઇ હતી.
મીરા રોડ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, ઝૂંપડપટ્ટીમાં ભડકતી આગને કાબૂમાં લેવા માટે 10 ફાયર ટેન્ડરો તૈનાત કરવામાં આવ્યા છે. આઝાદ નગરમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગને કારણે જાનહાનિના હજી સુધી કોઇ સમાચાર નથી.