ગેસ સિલિન્ડરના વપરાશ અને સુરક્ષા માટે જનજાગૃતિ અભિયાન…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ગયા અઠવાડિયામાં કાંદિવલીમાં ગુજરાતી મહિલા દ્વારા ચલાવવામાં આવતા ગૃહઉદ્યોગ યુનિટમાં ગેસ સિલિન્ડરમાં થયેલા ગળતર બાદ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનાાં જખમી છ મહિલાઓના મૃત્યુ થયા હતા. છેલ્લા થોડા દિવસથી રસોઈ કરવા માટે વાપરવામા આવતા ગેસ સિલિન્ડરમાં ગળતર થઈને આગ લાગવા સંબંધિત દુર્ઘટનાનું પ્રમાણ વધી ગયું છે, તેને ધ્યાનમાં રાખીને સાત ઑક્ટોબરથી ૧૭ ઑક્ટોબર, ૨૦૨૫ દરમ્યાન મુંબઈ મહાનગરપાલિકાએ ફાયરબ્રિગેડ સાથે મળીને એક વિશેષ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાનમાં મુંબઈમાં ગેસ સિલિન્ડરનો પુરવઠો કરનારી ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ આ ગેસ સિલિન્ડર વિતરણ કરનારી કંપનીઓ પણ જોડાશે. અભિયાન હેઠળ મુંબઈમાં ૩૫૦ કરતા વધુ સ્થળે ગેસ સિલિન્ડરના વપરાશ બાબતે જનજાગૃતિ કરવામાં આવશે.
પાલિકાએ આપેલા આંકડા મુજબ મુંબઈમાં ભારત પેટ્રોલિયમ કંપની લગભગ ૧૪ લાખ ૫૦ હજાર ઘરેલુ સિલિન્ડરના ગ્રાહક છે. એ સિવાય ૩૮,૦૦૦ કમર્શિયલ ગ્રાહક છે. તો હિંદુસ્તાન પેટ્રોલિયમ કંપનીના ઘરગુથ્થી ગ્રાહકોની સંખ્યા ૧૦ લાખ ૫૦ હજાર છે. તો આ કંપનીના ૪૦,૦૦૦ કમર્શિયલ ગ્રાહક છે. બંને કંપની મુંબઈમાં કુલ ૨૫ લાખ ઘરગુથ્થી ગેસિ સિલિન્ડરના ગ્રાહક છે તો ૭૮,૦૦૦ કમર્શિયલ ગ્રાહક છે.