આમચી મુંબઈટોપ ન્યૂઝ

Mumbai Fire: અંધેરીમાં હાઈ રાઈઝ બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી, એકનું મોત

મુંબઈ: ગઈ કાલે સોમવારે રાત્રે મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલી એક હાઈ રાઈઝ બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી (Fire in Andheri Building) હતી, આ ઘટનામાં એક વૃદ્ધ મોત થયું હતું. અહેવાલો મુજબ આગની ઘટના અંધેરી વેસ્ટમાં લક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સામે, લિંક રોડ પર સ્થિત સ્કાયપાન એપાર્ટમેન્ટ્સ(Skypan Apartments)ના 11મા અને 12મા માળે બની હતી. ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. આગને કાબૂમાં લેવા માટે આઠ ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા હતાં. ઘટનાની જાણ સોમવારે રાત્રે લગભગ 10 વાગ્યે થઈ હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)નાં અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ ટમાં ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન, ઘરગથ્થુ વસ્તુઓ સુધી જ ફેલાઈ હતી. માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગના અધિકારીઓ ફાયર ટેન્ડરો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

Also read: સોનામાં રૂ. 390ની અને ચાંદીમાં રૂ. 500ની આગેકૂચ

ફાયર વિભાગના અધિકારીઓના પ્રયત્નો છતાં, એક 75 વર્ષીય વ્યક્તિએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button