iPhone 17 ની ખરીદી માટે મુંબઈમાં બીકેસી સેન્ટર ખાતે મારામારી, પોલીસ બોલાવી પડી…

મુંબઈ : iPhone 17 સિરીઝ માટે પ્રી-બુકિંગ બાદ એપલની નવી ફ્લેગશિપ સિરીઝનું વેચાણ હવે આજથી શરૂ થયું છે. જેના પગલે એપલ ખરીદનાર લોકો સ્ટોરની બહાર લાઈન લગાવીને ઉભા રહેલા જોવા મળી રહ્યા હતા.
જેમાં મુંબઈના બીકેસી જિયો સેન્ટર ખાતે એપલ સ્ટોરની બહાર અંધાધૂંધી સર્જાઈ હતી. તેમજ એપલ ખરીદનાર લોકોને વચ્ચે મારામારી થઈ હતી. જેની બાદ પોલીસને બોલવવાની ફરજ પડી હતીઆ ઘટનાનો વિડીયો પણ પ્રકાશમાં આવ્યો છે.
એપલ સ્ટોરની અંદરની સ્થિતિ પણ બગડી
આ ઉપરાંત એપલ સ્ટોરની અંદરની પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ કે પોલીસ અને સ્ટોર સુરક્ષા કર્મચારીઓને દરમિયાનગીરી કરવી પડી હતી. તેમજ ભીડને શાંત કરવા માટે બળનો ઉપયોગ કરવો પડ્યો. મુંબઈમાં જ નહીં પરંતુ દિલ્હીમાં પણ એપલ સ્ટોર્સની બહાર ભારે ભીડ જોવા મળી.
દિલ્હીમાં લાંબી લાઈનો જોવા મળી
દિલ્હીના સાકેતમાં સિલેક્ટ સિટી વોક પર પણ લાંબી લાઈનો જોવા મળી. સાકેતમાં લોકો iPhone 17 ખરીદવા મોડી રાતથી જ લાઇનમાં ઉભા રહેવા લાગ્યા. ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
iPhone 17 સિરીઝની વિશેષતાઓ
Iphone 17 આ વખતે પાંચ આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે, જેમાં બ્લેક, વ્હાઇટ, લેવેન્ડર, મિસ્ટ બ્લૂ અને સેજ જોવા વેરિયન્ટનો સમાવેશ થાય છે. આ ફોનમાં 6.3 ઇંચનું સુપર રેટિના XDR ડિસ્પ્લે છે, જે 120Hz પ્રોમોશન ટેક્નોલોજી અને 3000 નિટ્સની પીક બ્રાઇટનેસ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.
Iphone 17માં A19 પ્રોસેસર
સ્ક્રીનની સુરક્ષા માટે સિરામિક શિલ્ડ 2નો ઉપયોગ થયો છે. Iphone 17માં A19 પ્રોસેસર છે, જે ઝડપી પરફોર્મન્સ અને સારા બેટરી બેકઅપની ગેરંટી આપે છે. ફોન માં 48MPના ડ્યુઅલ રિયર કેમેરા સાથે એઆઇ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે, જે ગ્રૂપ સેલ્ફીમાં ઓટોમેટિક સ્વિચ કરે છે.
Iphone 17 સિરીઝની કિંમત
Iphone 17ની શરૂઆતી કિંમત $799 (અંદાજે ₹82,900) છે, જે પાછલા મોડેલની કિંમત જેટલી જ છે. Iphone એર $999 (અંદાજે ₹1,19,900), જ્યારે Iphone 17 પ્રો $1099 (અંદાજે ₹1,34,900) અને Iphone 17 પ્રો મેક્સ $1199 (અંદાજે ₹1,49,900)થી શરૂ થાય છે. આ ફોન્સ 256GB બેઝ સ્ટોરેજ સાથે આવે છે.
આ પણ વાંચો…iPhone 17 સિરીઝનું વેચાણ શરૂ, સ્ટોર પર ખરીદી માટે લોકોની ભારે ભીડ…