એલિફન્ટા જતી ફેરી ઉરણ નજીક દરિયામાં ઊંધી વળી
મુંબઈ: ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા જતી ફેરી બુધવારે ઉરણ નજીક દરિયામાં ઊંધી વળી ગઇ હતી. ફેરીમાં 30થી વધુ પ્રવાસી હતા, એવી પ્રાથમિક માહિતી છે.
નીલકમલ નામની બોટ ઉરણ, કારંજા ખાતે દરિયામાં ઊંધી વળી ગઇ હતી. બનાવની જાણ થતાં જ રેસ્ક્યુ ઓપરેશન માટે કોસ્ટ ગાર્ડ, જેએનપીટીના સ્ટાફ સહિત નૌકાદળના જવાનોને તાત્કાલિક રવાના કરવામાં આવ્યા હતા.
બચાવ કામગીરી દરમિયાન 21 જણને કોસ્ટ ગાર્ડે બચાવી લીધા હતા, જ્યારે એક જણનું મોત થયું હોવાનું કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું.
આ પણ વાંચો : મુંબઈગરાના ડમ્પિંગ ગ્રાઉન્ડથી છૂટકારો થવાનો નથી; અંબરનાથમાં ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવવા સામે સ્થાનિકોએ વિરોધ કરતા યોજના પર પાણી ફરી વળ્યું
ઉપરાંત યલોગેટ પોલીસ સ્ટેશનની ત્રણ તેમ જ સ્થાનિક માછીમારી બોટ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. બોટની મદદથી બચાવકાર્ય ચાલી રહ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.