આમચી મુંબઈ

BMC ચૂંટણી 2026: ભાજપની જિત બાદ સોશિયલ મીડિયા પર કેમ ટ્રેન્ડ થવા લાગ્યા રસમલાઈ અને રાજ ઠાકરે?

મુંબઈઃ મહારાષ્ટ્રની મહાનગરપાલિકા ચૂંટણી 2026ના પરિણામોમાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અચાનક જ #Rasmalai ટોપ ટ્રેન્ડમાં છે. જોકે, જો તમે વિચારી રહ્યા હોવ કે ભાજપની જિતની ખુશીમાં આ રસમલાઈ ટ્રેન્ડ થઈ રહ્યો છે તો એવું નથી. આ પાછળનું કારણ કોઈ ઉજવણી નહીં, પરંતુ રાજ ઠાકરે અને ભાજપ વચ્ચેનો એક જૂનો કટાક્ષ છે જે હવે ભાજપ માટે જીતનો સ્વાદ બની ગયો છે.

મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે 29 માંથી 26 પાલિકાઓમાં જીત મેળવીને વિરોધીઓને ચોંકાવી દીધા છે. પરંતુ આ જીતની ઉજવણીમાં સૌથી વધુ ચર્ચા ‘રસમલાઈ’ ની થઈ રહી છે. મુંબઈગરાઓ અને નેટિઝન્સ સોશિયલ મીડિયા પર રસમલાઈના ફોટા શેર કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરેને ટ્રોલ કરી રહ્યા છે.

વાત કરીએ તામિલનાડુના ભાજપના દિગ્ગદ નેતા કે. અન્નામલાઈ અને મનસેના રાજ ઠાકરે વચ્ચેના વિવાદની તો એની શરૂઆત ત્યારે થઈ જ્યારે કે. અન્નામલાઈ મુંબઈમાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરવા આવ્યા હતા. એક સભા દરમિયાન રાજ ઠાકરેએ અન્નામલાઈના નામ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ભાજપ પાસે હવે કોઈ નેતા નથી એટલે તે બહારથી ‘રસમલાઈ’ બોલાવી રહ્યા છે. તેમનો ઈશારો દક્ષિણ ભારતીય નેતાના મહારાષ્ટ્રમાં પ્રચાર કરવા સામે હતો.

https://twitter.com/MuditJain_IN/status/2012040693414576427?s=20

જોકે, 16 જાન્યુઆરીએ જ્યારે પરિણામો જાહેર થયા, ત્યારે ચિત્ર કંઈક અલગ જ જોવા મળ્યું છે. જે વિસ્તારોમાં કે. અન્નામલાઈએ સભાઓ કરી હતી, ત્યાં ભાજપે જોરદાર વિજય મેળવ્યો છે. બીજી બાજું રાજ ઠાકરેની પાર્ટી મનસે (MNS) નું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. મુંબઈમાં પણ મનસે માત્ર સિંગલ ડિજિટ (9 બેઠકો) પર જ અટકી ગઈ છે.

https://twitter.com/The_anishsingh/status/2012066960084001224?s=20

પરિણામો બાદ ભાજપના નેતાઓ અને સપોર્ટર્સે રાજ ઠાકરેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાની એક તક ઝડપી લીધી છે. બીજેપી ઓડિશા નેતા પી.સી. મોહને એક્સ પર રસમલાઈના ફોટા શેર કરીને લખ્યું, મેં થોડી રસમલાઈ ઓર્ડર કરી છે.

સોશિયલ મીડિયા પર રસમલાઈની આ પોસ્ટ જોતજોતામાં વાયરલ થવા લાગી ગઈ અને લોકોએ રાજ ઠાકરેને ટેગ કરીને મીમ્સ બનાવવાનું શરૂ કર્યું. નેટિઝન્સ લખી રહ્યા છે કે, જે ‘રસમલાઈ’ ની રાજ ઠાકરે મજાક ઉડાવતા હતા, તેણે જ મહારાષ્ટ્રમાં ભાજપ માટે મીઠો વિજય અપાવ્યો છે.

ચાલો એક નજર કરીએ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી પોસ્ટ પર…

https://twitter.com/Lolflix_/status/2012059167843106925?s=20

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button