આમચી મુંબઈ

પૂર્વ ઉપનગરના આ વિસ્તારોમાં શુક્રવારથી શનિવાર ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામ-મુલુંડ લિંક રોડના કામમાં અડચણરૂપ બની રહેલી ૧,૨૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનને અન્ય સ્થળે ખસેડવામાં આવવાની છે. આ કામ શુક્રવારથી શનિવાર સુધી ચાલવાનું છે. તેથી ૨૪ કલાક દરમિયાન મુલુંડથી વિક્રોલી વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે.

આ પણ વાંચો : થાણેમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે

પાલિકાના જણાવ્યા મુજબ ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટના કામ અંતર્ગત ‘ટી’ વોર્ડમાં ફોર્ટીસ હૉસ્પિટલથી ઉદ્યોગ ક્ષેત્ર સુધી ગોરેગામ-મુલુંડ લિંક રોડને લાગીને આવેલી ૧,૨૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનને હટાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામ ૨૪થી ૨૫ મે, ૨૦૨૪ દરમિયાન ૨૪ કલાક માટે ઘાટકોપર, વિક્રોલી, કાંજુરમાર્ગ, ભાંડુપ અને મુલુંડમાં પાણીપુરવઠો બંધ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button