‘મુંબઈનો ડીએનએ હિન્દુ છે’: ભાષા વિવાદ વચ્ચે ભાજપના નેતાની વિવાદાસ્પદ ટિપ્પણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં મરાઠી ભાષાના મુદ્દા પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન નિતેશ રાણેએ શુક્રવારે કહ્યું હતું કે ‘તેઓ હિન્દુ મતદારોના સમર્થનથી વિધાનસભ્ય બન્યા છે.’
એક જાહેર સભાને સંબોધતા રાણેએ કહ્યું હતું કે, ગોળ ટોપી અને દાઢી પહેરનારાઓએ મને મત આપ્યો નથી. હું હિન્દુઓના મતોથી વિધાનસભ્ય બન્યો છું. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો હું હિન્દુઓને ટેકો ન આપું, તો શું હું ઉર્દૂ બોલનારાઓને ટેકો આપીશ? તેઓ તો લીલા સાપ છે… મુંબઈનો ડીએનએ હિન્દુ છે.
આપણ વાંચો: મરાઠી ભાષા વિવાદ પર રાજકુમાર રાવની ટીપ્પણી, સોશિયલ મીડિયા અંગે કહી મહત્વની વાત
કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના પુત્ર નિતેશે એમ પણ કહ્યું હતું કે, તેઓ મરાઠી ભાષાના ઉપયોગને લગતી તાજેતરની ચર્ચાઓ અને જાહેર સ્થળોએ મરાઠીનો ઉપયોગ ન કરવા બદલ હિન્દુઓને એકલા પાડવામાં આવી રહ્યા હોવાના આરોપોનો જવાબ આપી રહ્યા હતા.
નિતેશ રાણેએ અગાઉ મુંબઈમાં ઉદ્ધવ અને રાજ ઠાકરેની સંયુક્ત રેલીની ટીકા કરી હતી અને તેને સમાજને વિભાજીત કરવા અને રાજ્યને નબળું પાડવાના હેતુથી ‘જેહાદી અને હિન્દુ વિરોધી મેળાવડો’ ગણાવ્યો હતો.
રાજ્યમાં હિન્દી ભાષા લાદવાના કથિત વિરોધમાં યોજાયેલી રેલીમાં મનસે અને શિવસેના (યુબીટી)ના વિખુટા પડેલા ભાઈઓએ 20 વર્ષ પછી સ્ટેજ શેર કર્યું હતું.