દિવાળીના દિવસોમાં મુંબઈમાં નોંધાયું આટલું નોઈઝ પોલ્યુશન
મુંબઈઃ મુંબઈના કેટલાક ભાગોમાં દિવાળીની ઉજવણી દરમિયાન ઘોંઘાટનું સ્તર ગયા વર્ષ કરતાં વધી ગયું હતું અને અદાલતો દ્વારા નિર્ધારિત ૧૦ વાગ્યાની સમયમર્યાદા પછી પણ ફટાકડા ફોડવામાં આવ્યા હતા, એમ અહેવલામાં જણાવ્યું હતું.
દેશભરમાં ફટાકડા ફોડીને પરંપરાગત ધામધૂમ અને ઉત્સાહ સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. અવાઝ ફાઉન્ડેશને જણાવ્યું હતું કે આ વર્ષે ઉજવણી દરમિયાન મુંબઈમાં સૌથી વધુ અવાજનું સ્તર ૧૧૭ ડેસિબલ્સ નોંધાયું હતું, જે ગયા વર્ષે ૧૦૯.૧ ડેસિબલ હતું. દક્ષિણ મુંબઈમાં મરીન ડ્રાઈવ ખાતે રાત્રે ૯.૫૫ વાગ્યે ડેસિ બલનું સ્તર 82 અને ૧૧૭ની વચ્ચે પહોંચ્યું હતું.
પોલીસે રાત્રે ૧૦ વાગ્યા પછી જ ફટાકડા ફોડવાનું બંધ કરાવવા નું શરૂ કર્યું હતું અને આ સંબંધમાં નિર્દેશોનું પાલન ન કરવા બદલ કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી. શુક્રવારે બોમ્બે હાઈ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે મહાનગર અને અન્ય કેટલાક મોટા શહેરોમાં બગડતી હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફટાકડા માત્ર રાત્રે ૮થી ૧૦ વાગ્યાની વચ્ચે જ ફોડી શકાશે. મરીન ડ્રાઇવ પર રાત્રે ૯ વાગ્યા પછી ફટાકડામાં વધારો થયો હતો. લગભગ ૭.૪૫ વાગ્યાથી છૂટા છવાયા ફટાકડા સિવાય શિવાજી પાર્ક (દાદર)માંથી મરીન ડ્રાઇવ સુધીના રસ્તા પર થોડા ફટાકડા ફૂટ્યા હતા.
શિવાજી પાર્કમાં ૭.૪૫ વાગ્યે ૯૯ ડેસિબલ અને રાત્રે ૧૧.૪૫ વાગ્યે ૯૫ ડેસિબલ અવાજનું સ્તર નોંધાયું હતું. ૨૦૨૧માં દિવાળી દરમિયાન શિવાજી પાર્કમાં સૌથી વધુ અવાજનું સ્તર ૧૦૦.૪ ડેસિબલ નોંધાયું હતું. આ વર્ષે ૨૦૨૦ પછીના સમયગાળાની સરખામણીએ એકંદરે ઓછા એરિયલ ફટાકડા ફોડવામાં આવ્યા હતા, પરંતુ મોટા અવા જે સીરીયલ ફટાકડા ફોડવાથી ડેસિબલનું સ્તર અનેક ઘણું વધ્યું હતું, એમ સંસ્થાએ દાવો કર્યો હતો.