દિવાળીમાં થયેલા વધારાના ત્રણ હજાર ટન કચરાનો નિકાલ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

દિવાળીમાં થયેલા વધારાના ત્રણ હજાર ટન કચરાનો નિકાલ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
દિવાળીના તહેવાર દરમ્યાન મુંબઈગરાએ ૩,૦૦૦ ટન જેટલો વધારાનો કચરો કર્યો હતો. મુંબઈ મહાનગરપાલિકાના ઘનકચરા વિભાગે તહેવાર દરમ્યાન રાત-દિવસ વિશેષ સ્વચ્છતા ઝુંબેશ અમલમાં મૂકીને શહેરના સ્વચ્છ રાખવાની કામગીરી સફ્ળતાપૂર્વક પાર પાડી હતી.

પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીના નિર્દેશ મુજબ પાલિકાના ઘનકચરા વિભાગે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી હતી. નિયમિત સ્વરૂપે દરરોજ ૬,૯૦૦ મેટ્રિક ટન કચરો ભેગો કરવામાં આવે છે પણ દિવાળીમાં

૧૮થી ૨૧ ઑક્ટોબર દરમ્યાન પ્રતિદિન ૭,૩૦૦ મેટ્રિક ટનથી વધુ કચરો જમા કરવામાં આવ્યો હતો.

દિવાળી દરમ્યાન દરરોજ લગભગ ૬૦૦થી ૭૦૦ મેટ્રિક ટન વધારાનો કચરો નીકળ્યો હતો. આ સમયગાળામાં કુલ ૩,૦૭૫ મેટ્રિક ટન વધારાના કચરાની સફાઈ કરવામાં આવી હતી, તેમાંથી ૨,૦૭૫ મેટ્રિક ટન કચરાને કાંજુરમાર્ગ અને દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં નિકાલ કરવામાં આવ્યો હતો. તો લગભગ એક હજાર મેટ્રિક ટન કચરો અન્ય ગાર્બેજ કલેકશન સેન્ટરમાંથી ભેગો કરવામાં આવી રહ્યો છે.

પાલિકા તરફથી વખતોવખત સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવે છે. તે પાર્શ્ર્વભૂમિ દિવાળીમાં નિર્માણ થનારા કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. તેથી રાત દિવસ પાલિકાના સફાઈ કર્મચારીઓએ રસ્તા અને ગલીઓની સફાઈ કરીને ત્રણ હજાર મેટ્રિક ટનથી વધુ કચરો જમા કર્યો હતો.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button