રેલવે પ્લેટફોર્મ પરના ડિજિટલ બૉર્ડ પ્રવાસીઓને કરી રહ્યા છે પરેશાન...
આમચી મુંબઈ

રેલવે પ્લેટફોર્મ પરના ડિજિટલ બૉર્ડ પ્રવાસીઓને કરી રહ્યા છે પરેશાન…

મુંબઈઃ મુંબઈની લોકલમાં રોજ લાખો લોકો પ્રવાસ કરે છે ત્યારે રેલવે સાથે પ્લેટફોર્મ પરની સુવિધાઓ પણ તેમની માટે એટલી જ મહત્વની છે. પ્લેટફોર્મ પરની સફાઈ, પાણી-શૌચાલયોની વ્યવસ્થા સાથે ટ્રેન આવવા-જવાના સમય બતાવતા સાઈન બૉર્ડ્સ અને સતત થતાં એનાઉસમેન્ટ્સ પ્રવાસીઓ માટે મહત્વના હોય છે. રેલવે પણ આવી વિવિધ સુવિધાઓ પ્રવાસીઓને પૂરી પાડે છે, પરંતુ રેલવેએ આપેલી એક આધુનિક સુવિધા પ્રવાસીઓને ગમી ન હોવાનું જાણવા મળ્યું છે.

રેલવેના ઘણા પ્લેટફોર્મ પર ટ્રેનના ટાઈમ અને ડેસ્ટિનેશન બતાવતા ડિજિટલ બૉર્ડ લાગ્યા છે. આ બૉર્ડ્સનો પ્રકાશ આંખોને આંજતો હોવાની ફરિયાદો થઈ છે. આ ડિજિટલ સ્ક્રીનને લીધે રાતના ભાગમાં ચાલવામાં તકલીફ પડતી હોવાનું અમુક પ્રવાસીઓએ જણાવ્યું હતું. આ અંગે રેલવે અધિકારીએ મીડિયા સાથે વાત કરી હતી અને આ ડિજિટલ સ્ક્રીનની લાઈટ એટલે કે પ્રકાશ ઓછો-વધુ થતો હોય છે તો જ્યાં વધારે હોવાની ફરિયાદ હશે ત્યાં ઓછો કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.પશ્ચિમ રેલવેના 13 અલગ અલગ પ્લેટફોર્મ પર 16 જેટલા ડિજિટલ સ્ક્રીન બૉર્ડ છે, જે માટે 2028 સુધીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. અમુક બન્ને બાજુ તો અમુક એક જ બાજુ ડિસ્પ્લે કરે છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button