આમચી મુંબઈ

મહિનામાં ડેન્ગ્યુના વધુ ૪૪૩ કેસ, છૂટાછવાયા વરસાદને લીધે મલેરિયાના કેસ પણ વધી રહ્યા છે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયાને બાદ કરતા લગભગ આખો મહિનો છૂટોછવાયો વરસાદ રહ્યો હતો, જે ડેન્ગ્યુ અને મલેરિયા ફેલાવતા મચ્છરો માટે અનુકૂળ પરિસ્થિતિ નિર્માણ કરતું હોય છે. તેથી ગયા મહિનાની સરખામણીમાં સપ્ટેમ્બરમાં મલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.

મલેરિયા અને ડેન્ગ્યુ મચ્છરોના કરડવાથી થાય છે. વરસાદમાં પાણી ભરાઈ જતા હોય તેવા સ્થળોએ મચ્છરોની ઉત્પત્તિ થતી હોય છે. ગયો આખો મહિનો લગભગ છૂટોછવાયો વરસાદ રહ્યો હતો, તેને કારણે મચ્છરોની ઉત્પત્તિ માટે અનુકૂળ વાતાવરણ મળતા ઑગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં આ બંને બીમારીના કેસમાં વધારો નોંધાયો હતો. સપ્ટેમ્બર મહિનામાં મલેરિયાના ૧,૨૬૧ અને ડેન્ગ્યુના ૧,૪૫૬ કેસ નોંધાયા હતા, તેની સામે ઑગસ્ટ મહિનામાં મલેરિયાના ૧,૧૭૧ અને ડેન્ગ્યુના ૧,૦૧૩ નોંધાયા હતા.

ઑગસ્ટ ૨૦૨૪માં ચિકનગુનિયાના ૧૬૪, લેપ્ટોસ્પાયરોસિસના ૨૭૨, ગૅસ્ટ્રોના ૬૯૪, હેપેટાઈટિસ એ અને ઈના ૧૬૯, સ્વાઈનફ્લૂના ૧૭૦ કેસ નોંધાયા હતા. તેની સામે સપ્ટેમ્બરમાં ચિકનગુનિયાના ૧૫૬, લેપ્ટોના ૭૫, ગૅસ્ટ્રોના ૪૬૬, હેપેટાઈટિસના ૧૨૯, સ્વાઈનફ્લૂના ૬૨ અને ઝીકાનો એક કેસ નોંધાયો છે.

જાન્યુઆરીથી સપ્ટેમ્બર, ૨૦૨૪ દરમિયાન મલેરિયાથી પાંચ, ડેન્ગ્યુના ૧૨, લેપ્ટોસ્પાયરોસિસથી ૧૮, હેપેટાઈટીસથી એક અને સ્વાઈનફ્લુથી પાંચના મૃત્યુ થયા હતા. મુંબઈમાં ચોમાસા દરમિયાન મલેરિયા અને ડેન્ગ્યુના કેસ પર નિયંત્રણ રાખવા માટે પાલિકાએ અનેક ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં પહેલી સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર, ૨૪ દરમિયાન તાવના દર્દીને શોધવા માટે ૧૦,૫૮,૩૧૭ ઘરના ઈન્સ્પેકશન કર્યા હતા, જેમાં કુલ ૫૯,૫૮,૭૮૧ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. સર્વેક્ષણ દરમિયાન વોર્ડ સ્તરે ૧,૭૨,૨૦૬ લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. આ દરમિયાન લેપ્ટો ૪૩,૦૬૧ શંકાસ્પદ દર્દી નોંધાયા હતા.

મલેરિયાને નિયંત્રણમાં લાવવા માટે ૨૧,૫૨૩ બિલ્િંડગનું ઈન્સ્પેકશન કર્યું હતું. ૫૯,૮૧૬ બ્રિડિંગ સ્ત્રોતનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ૩,૧૭૫ જગ્યાએ ઍનોફિલીસ મચ્છરોના ઉત્પત્તિ સ્થળ મળી આવ્યા હતા. ડેન્ગ્યુને નિયંત્રણમાં લાવવા માટે ૧૨,૩૭,૦૩૫ ઘરની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ૧૩,૬૭,૬૭૫ ક્ધટેનરની તપાસ કરવામાં આવી હતી અને ૨૫,૩૦૩ એડિસ મચ્છરોના ઉત્પત્તિ સ્થળ મળી આયા હતા. આ દરમિયાન ૭૩,૨૭૫ નકામો સામાન અને ૨,૧૦૭ ટાયરનો નિકાલ કરવામાં આવ્યો હતો. મચ્છરોના નાશ કરવા માટે ૪૬,૬૮૧ બિલ્િંડગના પરિસરમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. ૬,૫૭,૬૯૯ ઝૂંપડાંઓમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત