આમચી મુંબઈમહારાષ્ટ્ર

હવે શાળામાં બાળકો મુંબઈના ડબ્બાવાળાના ‘ટાઈમ મેનેજમેન્ટ’ના પાઠ ભણશે…

મુંબઈમાં ઘરનું ભોજન સીધું ઓફિસ સુધી પહોંચાડવાનું કામ મુંબઈના ડબ્બાવાળા સતત કરી રહ્યાં છે. તેમના કાર્યની વિશ્વમાં ઘણા ઠેકાણે નોંધ લેવાઈ છે. ઇંગ્લેન્ડના પ્રિન્સ હોય કે અમુક દેશોના રાષ્ટ્રપતિ હોય, ઘણા લોકો ડબ્બાવાળાઓથી પ્રભાવિત થયા છે. મુંબઈના વિશ્વ પ્રસિદ્ધ ડબ્બાવાળા કાકાની સફળતા અને મેનેજમેન્ટના પાઠ હવે અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે.

કેરળના ધોરણ ૯ના અંગ્રેજી પુસ્તકમાં ‘ધ સાગા ઓફ ધ ટિફિન કેરિયર્સ’ નામનો આ પાઠ હશે. આ પ્રકરણના લેખકો હ્યુગ અને કોલીન ગેટઝર છે. કેરળ સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એસસીઇઆરટી) દ્વારા ૨૦૨૪ના અપડેટેડ અભ્યાસક્રમમાં ડબ્બાવાળાની વાર્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પાઠમાં ડબ્બાવાળાની શરૂઆત કેવી રીતે થઈ. તેમના મેનેજમેન્ટની માહિતી આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ડબ્બા પહોંચાડવાનો આ વ્યવસાય ૧૩૦ વર્ષથી વધુ જૂનો છે. ડબ્બાવાળાઓ ગરમાગરમ ડબ્બાઓ ઘરેથી લઈને મુંબઈવાસીઓને તેમની ઓફિસ સુધી પહોંચાડે છે. તેથી તેઓ ઘરની રસોઈનો આનંદ માણી શકે છે.
આ ડિલિવરી સિસ્ટમની ખ્યાતિ આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે. ઈંગ્લેન્ડના રાજા, અનેક દેશોના રાષ્ટ્રપતિ, વડાપ્રધાને પણ આ કામના વખાણ કર્યા છે. મુંબઈમાં સાઈકલ પર એક જ સમયે અનેક ડબ્બા જોવા મળે છે. સરકારી અને ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને તેમના કારણે ઘરના ભોજનનો આનંદ મળે છે.

રસપ્રદ વાત તો એ છે કે આ પદ્ધતિમાં ડબ્બા બદલવાની ફરિયાદ આવતી નથી. આ તેમના સંચાલનનું એક વિશેષ પાસું છે. મુંબઈમાં ડબ્બાવાળા સંગઠનમાં ૫ હજારથી વધુ લોકો જોડાયા છે. તેઓ ૨ લાખથી વધુ લોકોને ડબ્બા પહોંચાડવાનું કામ કરે છે. મહાદુ હાવજી બચેએ ૧૮૯૦ માં આ ડબ્બા પહોંચાડવાની સેવા શરૂ કરી હતી.

શરૂઆતમાં આ સેવા માત્ર ૧૦૦ ગ્રાહકો સુધી મર્યાદિત હતી. પણ જેમ જેમ શહેરો વધતા ગયા, ડબ્બા વિતરણ વ્યવસ્થા વ્યાપક બનતી ગઈ. તેમનો એક ખાસ ડ્રેસ છે. તેઓ સફેદ કુર્તા-પાયજામા, માથા પર ગાંધી ટોપી અને ગળામાં રુદ્રાક્ષની માળા, પગમાં કોલ્હાપુરી ચપ્પલ પહેરેલ છે. વિશ્વની ઘણી મોટી બિઝનેસ સ્કૂલોએ તેમના પર સંશોધન કર્યું છે. તેમના પર ડોક્યુમેન્ટરી, પુસ્તક અને કોમિક બુક્સ પણ બનાવવામાં આવી છે.

Back to top button
અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker