કોર્ટે રવિ કિશન શિનોવાનો પિતા છે કે નહીં? DNA ટેસ્ટ અંગે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
મુંબઈ: ભોજપુરી અને હિન્દી ફિલ્મના અભિનેતા રવિ કિશનના DNA ટેસ્ટ અંગે ગઈ કાલે મુંબઈની દિંડોશી સેશન્સ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી, કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. ગઈ કાલે ગુરુવારે થયેલી સુનાવણી દરમિયાન રવિ કિશને 25 વર્ષની મહિલા શિનોવા શુક્લાને પોતાની પુત્રી તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. શિનોવાએ દાવો કર્યો હતો કે રવિ કિશન તેના બાયોલોજીકલ પિતા છે. શિનોવાએ એવો પણ દાવો કર્યો હતો કે તે રવિ કિશનને ચાચુ કહીને બોલાવતી હતી. શિનોવાએ તાજેતરમાં અભિનેતાના ડીએનએ ટેસ્ટની માંગ કરી હતી અને કેસ દાખલ કર્યો હતો.
એક ટીવી ચેનલના આહેવાલ મુજબ, ગુરુવારે આ કેસની સુનાવણી દરમિયાન શિનોવાના વકીલે દિંડોશી સેશન્સ કોર્ટમાં દલીલ કરી હતી કે રવિ કિશન તેના પિતા છે. શિનોવા સાથે તેના બાળપણના ઘણા ફોટા છે. શિનોવા વતી વકીલે એવો પણ દાવો કર્યો હતો કે રવિ કિશન બાળપણથી જ તેનો ઉછેર કરી રહ્યો છે. શિનોવાએ માત્ર રવિ કિશનના ડીએનએ ટેસ્ટની જ માંગણી કરી ન હતી, પરંતુ દાવો કર્યો હતો કે તેના પિતા રાજેશ સોનીનો પણ ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. જોકે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ સાબિત કરે છે કે રાજેશ સોની શિનોવાના અસલી પિતા નથી.
સુનાવણી દરમિયાન રવિ કિશન વતી હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે રવિ કિશનનો શિનોવા નામની મહિલા સાથે કોઈ સંબંધ નથી. તે તેની પુત્રી નથી. રવિ કિશન શિનોવાની માતા અપર્ણા ઠાકુર સાથે પરિચિત હતા. બંને માત્ર સારા મિત્રો હતા, પરંતુ ક્યારેય કોઈ સંબંધમાં નહોતા.
શિનોવાના વકીલે દાવો કર્યો કે જ્યારે અપર્ણા ઠાકુર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોડાઈ અને રવિ કિશનના સંપર્કમાં આવી ત્યારે તેઓ પ્રેમ સંબંધમાં હતા. રવિ કિશનનો તેમની પુત્રી શિનોવા વચ્ચે એક સંબંધ હતો. રવિ કિશન શિનોવાની સંભાળ રાખતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેણે તેને પોતાની પુત્રી માનવાનો ઇનકાર કરવાનું શરૂ કર્યું હતું અને તેની સંભાળ રાખવાનું પણ બંધ કરી દીધું હતું.
બંને પક્ષકારોને સાંભળ્યા પછી, દિંડોશી સેશન્સ કોર્ટના જજ જસ્ટિસ એ.વી. ધુલધુલેએ રવિ કિશનના DNA ટેસ્ટ પર નિર્ણય અનામત રાખ્યો હતો, આ ચુકાદો આજે 26 એપ્રિલે સંભળાવવામાં આવશે.