સીએ કે બેંકર કરતા ઓછા સમયમા વધુ કમાણી કરે છે મુંબઈના રસૌયાઃ પોસ્ટ થઈ વાયરલ…

મુંબઈનગરી કોઈને ભૂખા નથી રાખતી. મુંબઈમાં ધૂળ લઈને આવો તો પણ રાત્રે બે પૈસા મળી જાય તેમ કહેવાય છે. મુંબઈમાં એક પૈસો લઈને ન આવ્યા હોય અને કરોડપતિ બની ગયા હોય તેવા હજારો લોકો તમને મુંબઈમાં મળશે.
આર્થિક રાજધાની હોવાથી ચાર્ટડ અકાઉન્ટન્ટ (સીએ), એમબીએ કે બેંકર સહિતના ઘણા પ્રોફેશનલ્સ અહીંયા સારી સેલરી મેળવે છે, પણ એક વકીલે મુંબઈમાં રસૌયાઓ (Mumbai cooks salary) કેટલું કમાઈ છે તે વિશે પોસ્ટ લખી છે જે ઘણી વાયરલ થઈ છે.
My Maharaj (Cook)
— Adv. Ayushi Doshi (@AyushiiDoshiii) July 29, 2025
•Charges ₹18k per house
•Max 30 mins per house
•10–12 houses daily
•Free food & free chai everywhere
•Gets paid on time or leaves without a goodbye
Meanwhile I’m out here saying “gentle reminder” with trembling hands with minimum salary.
આયુષી દોશી નામની આ વકીલે પોસ્ટમાં લખ્યું છે કે ડોમેસ્ટિક શેફ અથવા તો જે મહારાજના નામે ઓળખાય છે તે એક ઘરમાં રસોઈ કરવાના 18,000 રૂપિયા લે છે. એક ઘરમાં તે એકાદ કલાકમાં રસોઈ બનાવી નાખે છે, એક અપાર્ટમેન્ટમાં જ તે 8 10 ઘરમાં રસોઈ બનાવવા જતો હોય છે આથી તે મહિને દોઢથી બે લાખ કમાણી કરે છે. તેનો સમય ટ્રાફિકમાં બગડતો નથી અને તેણે કામે જવા દોડાદોડી પણ કરવી પડતી નથી.
આયુષીની પોસ્ટ વાયરલ થયા બાદ તેણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે લોકોને આ સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ આ હકીકત છે. સોસાયટીમાં વિશ્વાસુ અને રસોઈમાં એક્પર્ટ મહારાજ આટલા જ પૈસા લે છે. ઘણા 12,000 કે 15,000થી શરૂઆત કરે છે.
આ મહારાજ ઘરે આવતા જ ફટાફટ કામે લાગે છે અને વધીને એક કલાકમાં રસોઈ બનાવી નીકળી જાય છે. આયુષીએ એમ પણ કહ્યું કે મારો વિરોધ તેમની સેલરી સામે નથી કે તેમની સેલરી દુનિયા સામે લાવવાનો મારો હેતુ નથી, પણ આ એક સાચી વાત છે જે હું બધા સમક્ષ લાવવા માગું છું.
મોટી ડિગ્રીધારી લોકો લોકલમાં કે પોતાના વાહનમાં મુસાફરી કરી કામના સ્થળે જાય, ત્યાં કેટલાય ટેન્શન માથે લે ત્યારે માંડ 40થી 60 હજારની સેલરી મેળવે છે. જેમની વધારે સેલરી હોય તેમને ટેન્શન્સ પણ વધારે હોય છે. રસોઈનું કામ પણ કઠિન છે, પરંતુ ઓછા કલાકમાં તેઓ સારું કમાઈ લે છે તે જ માત્ર હું કહેવા માગું છું.
આ પણ વાંચો…રેસ્ટોરાં, હોટેલના ફૂડમાં છે ગડબડ? FSSAIએ લીધું મહત્ત્વનું પગલું, એક ક્લિક પર જાણી લો…