મુંબઈમાં અડધાથી વધુ ડેવલપરો એર પોલ્યુશન મોનિટર બેસાડવામાં નિષ્ફળ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈમાં અડધાથી વધુ ડેવલપરો એર પોલ્યુશન મોનિટર બેસાડવામાં નિષ્ફળ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈમાં તમામ ક્ધસ્ટ્રકશન સાઈટ પર થતાં પ્રદૂષણની નોંધ રાખી શકાય તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ સેન્સર આધારિત એર પોલ્યુશન મોનિટર બેસાડવાનું ફરજિયાત કર્યું છે. જૂનમાં પાલિકા પ્રશાસને નિર્દેશ આપ્યો હતો છતાં અડધાથી વધારે ક્ધસ્ટ્રકશન સાઈટ પર તેનું પાલન કરવામાં આવ્યું નથી. તેથી પ્રશાસને હવે તમામ ડેવલપરોને અલ્ટીમેટમ આપી દીધું છે. તેમને એક મહિનાની સેન્સર આધારિત એર પોલ્યુશન મોનિટર બેસાડવાની ચેતવણી આપી છે. અન્યથા તેમને આકરી કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

આ નિર્દેશ ૨૦૨૩ના સુઓ મોટો પબ્લિક ઈન્ટરેસ્ટ લિટીગેશન સાથે જોડાયેલા બોમ્બે હાઈ કોર્ટના આદેશને અનુસરે છે, જેમા ક્ધસ્ટ્રકશન સાઈટ પર મોટા પ્રમાણમાં ધૂળ અને વાયુ પ્રદૂષણ રહેતું હોય છે. મુંબઈમાં હાલ લગભગ ૧,૨૦૦ સક્રિય ક્ધસ્ટ્રકશન સાઈટ છે. ડેવલપરોને એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ મેળવીને તેને ટૂંક સમયમાં બેસાડવાનું આવશ્યક છે.

આ પણ વાંચો : દિવાળીની ઊજવણી બાદ મુંબઈની હવાની ગુણવત્તામાં નજીવો સુધારો નવા વર્ષે મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૦૮

પાલિકાના પર્યાવરણ વિભાગના અધિકારીએ આપેલા આંકડા મુજબ અત્યાર સુધી ૫૩૫ ડેવલપરોએ પાલિકાના આદેશનું પાલન કર્યું છે અને હવે જો આગામી દિવસમાં તમામ ડેવલપરો આદેશનું પાલન કરવામાં નિષ્ફળ ગયા તો તેમની સામે આકરા પગલા લેવામાં આવશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button