Mumabi Local Viral Video: સાથી હાથ બઢાનાઃ વાશી સ્ટેશને પ્રવાસીઓની 'એકતા'એ કરી કમાલ, Video Viral

સાથી હાથ બઢાનાઃ વાશી સ્ટેશને પ્રવાસીઓની ‘એકતા’એ કરી કમાલ, Video Viral

મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેમાં લોકલ ટ્રેનના અકસ્માતોથી સૌકોઈ વાકેફ છે, જેમાં અમુક કિસ્સામાં પ્રવાસીઓની ભૂલને કારણે મોટી મુશ્કેલીમાં મૂકાય છે. લોકલ ટ્રેનના વધતા અકસ્માતોથી પ્રશાસન પણ પરેશાન છે, પરંતુ તાજેતરમાં નવી મુંબઈના વાશી રેલવે સ્ટેશન (Vashi Railway Station)એ એક પ્રવાસીનો જીવ બચાવવા માટે પ્રવાસીઓની એકતા જોવા મળી મુંબઈગરાની માનવતા મ્હેંકી ઊઠી હતી. આમ છતાં પ્રવાસીને બચાવી શકાયો નહોતો.

વાઈરલ વીડિયો (Viral Video)માં લોકલ ટ્રેનના વ્હિલની નીચે એક પ્રવાસી પડી ગયો હતો ત્યાર બાદ એની જાણ થયા પછી તેને બચાવવા માટે આખી લોકલ ટ્રેનની રેક (ઈલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ-ઈએમયુ)ને સહેજ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પ્લેટફોર્મ પરની આખી ટ્રેનને હટાવવાની કામગીરીને જોઈ લોકો ચોંકી ગયા હતા.


સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો વીડિયો 41 સેકન્ડનો છે, જ્યાં વાશી સ્ટેશન પર એક હરોળમાં સેંકડો પ્રવાસીઓ ટ્રેનને સહેજ ઉપરની બાજુ ધક્કો મારતા જોવા મળ્યા હતા. સ્ટેશન પરની પાર્ક ટ્રેનની નીચે પડેલા પ્રવાસીને બચાવવા માટે અમુક પ્રવાસીઓએ મોબાઈલની લાઈટ પણ ફેંકી હતી.

વાશી રેલવે સ્ટેશન પરનો આ બનાવ અંગે અનેક પ્રવાસીઓએ મોબાઈલમાં કેદ પણ કરી હતી. મોટરમેનની કેબિન સામે અનેક પ્રવાસીઓના ગ્રુપ એકસાથે લાઈનમાં ટ્રેનને પૂશ કરતા જોવા મળ્યા હતા, જ્યારે આ ટ્રેન પનવેલ જનારી હતી.

આ બનાવ પછી રેલવે સ્ટેશનનું સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યું ત્યારે પ્રવાસી ટ્રેક ક્રોસ કરીને બીજા પ્લેટફોર્મ પર જઈ રહ્યો હતો ત્યારે ટ્રેનની નીચે પડ્યો હતો. પ્રવાસીઓએ જબરદસ્ત મહેનત કરી હતી, પરંતુ કમનસીબે પ્રવાસીનું મોત થયું હતું, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

તમારી જાણ ખાતર જણાવી દઈએ કે મુંબઈ સબર્બન રેલવેમાં 12 કોચની ટ્રેન હોય છે, જ્યારે ટ્રેનની લંબાઈ લગભગ 267 મીટરની હોય છે. ઉલ્લેખનીય છે કે મધ્ય રેલવેમાં મેઈન લાઈન સિવાય હાર્બર અને ટ્રાન્સ હાર્બર લાઈનમાં મળીને 1,800થી વધુ લોકલ ટ્રેન દોડાવાય છે.

સંબંધિત લેખો

Back to top button