આમચી મુંબઈ

આ વર્ષે મુંબઈમાંથી ઠંડી કેમ ગાયબ જ થઈ ગઈ…..

મુંબઈઃ શિયાળો અડધો જતો રહ્યો તેમ છતાં મુંબઈમાં આ વર્ષે જોઈએ તેટલી ઠંડી નથી પડી. આ વર્ષે મુંબઈકરોને ઠંડીનો અહેસાસ જરા પણ થયો નથી. સામાન્ય રીતે, મુંબઈમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાઓમાં ઠંડી પડે છે. પરંતુ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં ઠંડી ઓછી પડી હતી અને જાન્યુઆરી મહિનામાં પણ ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું છે. આનું મુખ્ય કારણ એ પણ છે કે આ વર્ષે મોન્સૂન પછીના પ્રથમ સપ્તાહમાં ઉત્તર-પશ્ચિમથી ઠંડી પવનો ફૂંકાયા ન હતા. આ પવનો મુંબઈમાં ઠંડી લાવે છે. પરંતુ આ વર્ષે, આ પવનો ફૂંકાયા ન હતા, જેના કારણે મુંબઈમાં ઠંડી પડી ન હતી.
ત્યારે હવામાનશાસ્ત્રીઓના મતે મુંબઈમાં હવે વધારે ઠંડી પડવાની બહુ ઓછી આશા છે. આ વખતે ઉત્તરમાં મોડી અને ઓછી હિમવર્ષા અને અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે મહાનગરમાં હજુ જોઈએ તેટલી ઠંડીનો અનુભવ થયો નથી.


હવામાનશાસ્ત્રી રાજેશ કાપડિયાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ઉપનગરમાં ડિસેમ્બર મહિનામાં સરેરાશ મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 18.4 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ, પરંતુ આ વખતે મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી હોવું જોઈએ. ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 21.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી સેલ્સિયસ માત્ર એક જ વાર 6 જાન્યુઆરીએ નોંધાયું હતું. રાત્રિનું તાપમાન પણ 19 ડિગ્રીથી 22 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું. આમ આપણે જોઈએ તો આ વખતે મુંબઈનું તાપમાન ડિસેમ્બર અને જાન્યુઆરીમાં દરવર્ષ કરતા વધારે રહ્યું હતું.


પ્રાદેશિક હવામાન વિભાગના ડિરેક્ટર સુનીલ કાંબલેએ જણાવ્યું કે મુંબઈમાં સારી ઠંડી ન પડવાના ઘણા કારણો છે. દર વર્ષે અરબી સમુદ્રમાં કેટલીક પ્રણાલીઓ બને છે, અને તેના કારણે દક્ષિણ-પશ્ચિમ તરફથી પવન ફૂંકાય છે પરંતુ આ વર્ષે ઉત્તરમાં જેટલી હિમવર્ષા થવી જોઈતી હતી તેટલી નહોતી થઈ. જેના કારણે કોંકણ તરફ આવતા ઠંડા પવનો મુંબઈનું તાપમાન ઘટાડે છે પરંતુ આ વખતે હિમવર્ષા પણ મોડી શરૂ થઈ અને ત્યારબાદ હવામાનમાં એકદમ અલગ જ ફેરફારો થયા આથી હવે જે સમય બાકી છે તેમાં પણ મુંબઈમાં ઠંડી પડવાની શક્યતાઓ ઘણી ઓછી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button