કોસ્ટલ રોડના કામમાં થયેલા વિલંબ બદલ કૉન્ટ્રેક્ટરને ૧૪ કરોડનો દંડ: આરટીઆઈમાં થયો ખુલાસો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં પહેલા તબક્કાના કામમાં થયેલા વિલંબ બદલ ૧,૨૪૩ કરોડ રૂપિયાનો વધારો થયો છે. તેથી પાલિકાએ વિલંબ બદલ કૉન્ટ્રેક્ટરને ૧૪ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હોવાની માહિતી રાઈટ ટુ ઈર્ન્ફોમેશનમાં બહાર આવી છે.
મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ (દક્ષિણ) ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી પ્રિયદર્શની પાર્ક સુધી, બરોડા પેલેસથી પ્રિયદર્શની પાર્ક સુધી અને બાન્દ્રા-વરલી સી લિંકને જોડતા અંતિમ છેડાનો સમાવેશ થાય છે. જ્યારે કોસ્ટલ રોડનો કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો ત્યારે શરૂઆતમાં પ્રોજેક્ટનો ખર્ચ ૮,૪૨૫.૪૪ કરોડ રૂપિયા હતા અને ચાર વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો. જોકે કામ ૨૦૧૮માં શરૂ થયું ત્યારથી વિવિધ કારણોસર છ વર્ષ સુધી લંબાઈ ગયો હતો.
| Also Read: તો.. તો હવે ઉદ્ધવ ઠાકરેના પિતરાઇ ભાઇ રાજ ઠાકરે સાથેના સંબંધો સુધરી જશે….!
આ દરમિયાન કોસ્ટલ રોડ પ્રોજેક્ટ બ બદલ રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટમાં પાલિકા તરફથી મળેલી માહિતી મુજબ આજની તારીખમાં કોસ્ટલ રોડના પ્રોજેક્ટમાં ૧,૨૪૩.૨૬ કરોડ રૂપિયાનો વધારો થયો છે અને કામમાં વિલંબ બદલ કૉન્ટ્રેક્ટરને ૧૪ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
| Also Read: રાણીબાગમાં આવતા પર્યટકોને પોતાના વાહનો માટે વધુ પૈસા ચૂકવવા પડશે
મરીન ડ્રાઈવ ખાતે પ્રિસ્સેસ સ્ટ્રીટથી બાન્દ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સના છેડા સુધીનો કોસ્ટલ રોડ સુધીનો ૧૦.૫૯ કિલોમીટર લંબાઈનો છે. વરલીથી મરીન ડ્રાઈવ સુધીનો રસ્તાનો દક્ષિણ ભાગ ૧૨ માર્ચે ખુલ્લો મુકાયો હતો. મરીન ડ્રાઈવથી હાજી અલી સુધીનો ઉત્તર તરફનો રોડ ૧૦ જૂનના ખોલવામાં આવ્યો હતો અને હાજી અલીથી અબ્દુલ ગફર ખાન સુધીનો ૩.૫ કિલોમીટરનો પટ્ટો ૧૧ જુલાઈના ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કોસ્ટલ રોડનો બાન્દ્રા-વરલી સી લિંક સાથેનો જોડતો પુલની એક તરફ ૧૩ સપ્ટેમ્બરના ઉત્તર તરફના વાહન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. બીજી લેનનુ કામ ડિસેમ્બર અંત સુધીમાં પૂરું થવાની શક્યતા છે.