આમચી મુંબઈ

ગેસ પાઈપલાઈનને નુકસાન બાદ સીએનજી સપ્લાયને ફટકો પડતા ઓટો, ટેકસી અને બસને અસર…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈમાં ગેસ પાઈપલાઈનને નુકસાન થવાને કારણે રવિવારે મુંબઈમાં મોટા પ્રમાણમાં સીએનજી સપ્લાયના પુરવઠાને ફટકો પડતા સીએનજી પર દોડતી રીક્ષા, ટેક્સી સહિત બસને મોટા પ્રમાણમાં અસર થઈ હોવાનું જણાઈ આવ્યું હતું.

વડાલા ખાતે કૉમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)માં નુકસાન થતા સમગ્ર મુંબઈમાં ગેસ પુરવઠાને અસર પહોંચી હોવાનો મહાનગર ગેસ લિમિટેડે સત્તાવાર રીતે જણાવ્યું હતું. ખાનગી ટેક્સી કંપનીની રિક્ષા-ટેક્સી સહિતની મોટાભાગની ઓટોરિક્ષા અને ટેક્સીઓ તેમ જ જાહેર પરિવહન દ્વારા ચલાવવામાં આવતી બસને મુંબઈ ગેસ લિમિટેડ દ્વારા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ પૂરો પાડવામાં આવે છે.

ગેસ યુટિલિટી કંપનીએ જણાવ્યું હતું કે તેઓએ રહેણાક વિસ્તારમાં થતા ગેસ સપ્લાયને પ્રાથમિકતા આપી છે, જેથી ઘરોને પાઈપ દ્વારા ગેસ સપ્લાય ચાલુ રહે. મહાનગર ગેસ લિમિટેડે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આરસીએફ (રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર) કમ્પાઉન્ડમાં ગેઈલ (ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ની મુખ્ય ગેસ સપ્લાય પાઈપલાઈનમાં થર્ડ પાર્ટીનેે થયેલા નુકસાનને કારણે વડાલા ખાતે મહાનગર ગેસ લિમિટેડના સિટી ગેટ સ્ટેશન(સીજીએસ)ની ગેસ સપ્લાય પ્રભાવિત થઈ છે.

વડાલામાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સ્ટેશન પર ગેસ પુરવઠો બંધ થઈ જતા મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં આવેલા સીએનજી સ્ટેશનો જેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેના સમર્પિત સીએનજી સ્ટેશનનો કામ કરી શકશે નહીં. ગેસ પુરવઠો કયારે પૂર્વવત્ થશે તે માટે કંપનીએ કોઈ સમયમર્યાદા આપી નથી તેમ જ મહત્ત્વપૂર્ણ પાઈપલાઈનમાં થયેલા નુકસાન બાબતે પણ કોઈ વિગતવાર માહિતી આપી નહોતી.

મહાનગર ગેસ લિમિટેડે અસરગ્રસ્ત વિસ્તારોમાં તેના ઈન્ડ્રસ્ટ્રિયલ અને કમર્શિયલ ગ્રાહકોને વૈકલ્પિક ઈંધણ પર સ્વિચ કરવાની સલાહ આપી હતી. તેમ જ વડાલામાં યોગ્ય થયેલા નુકસાન સુધાર્યા પછી અને વડાલામાં પુરવઠો પુન:સ્થાપિત કર્યા બાદ મહાનગર ગેસ લિમિટેડના નેટવર્કમાં ગેસ પુરવઠો સામાન્ય થશે એવું નિવેદન પણ મહાનગર ગેસ લિમિટેડે આપ્યું હતું.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button