મુંબઇના રસ્તા પર ફરી દેખાશે Clean-up marshal: એક મહિનામાં થઇ શકે છે નિમણૂંક
મુંબઇ: પ્રશાસનના વિલંબને કારણે 720 Clean-up marshal ની નિમણૂંક પ્રક્રિયા ખોરંભાઇ છે. ડિસેમ્બર મહિનામાં તેમની નિમણૂંક અપેક્ષીત હતી. જોકે હવે આ મહિનાના અંતમાં Clean-up marshalની નિમણૂંકની પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતાઓ છે. તેથી હવે જલ્દી જ મુંબઇના રસ્તા પર Clean-up marshal દેખાશે.
છેલ્લાં કેટલાંક દિવસોથી પૂર્ણ સ્વચ્છતા અભીયાન ચાલી રહ્યું છે. આ અભીયાનને સાથ આપવા માટે Clean-up marshal ની નિમણૂંક કરવાનો પાલિકાનો વિચાર હતો. જે અંતર્ગત દરેક વોર્ડમાં 30 થી 35 એટલે કે આખી મુંબઇમાં 720 Clean-up marshal ની નિમણૂંક કરવામાં આવનાર છે.
હાલમાં મુંબઇ મહાનગરપાલિકાને સ્વચ્છ મુંબઇ અભીયાન અંતર્ગત માણસોની ગરજ છે. પાલિકાના કર્મચારીઓ સફાઇનું કામ કરે છે. પણ રોડ પર કચરો ફેંકવો, ખૂલ્લામાં કચરો બાળવો અને અસ્વચ્છતા કરનારાઓ પર જોઇએ એવી લગામ લાગી નથી. હાલમાં જેટલું મેનપાવર છે તે મુજબ આવા લોકો પર કાર્યવાહી કરવું શક્ય બનતું નથી. તેથી જ Clean-up marshal ની નિમણૂંકનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૌથી પહેલાં 2007માં Clean-up marshal ની નિમણૂંક કરવામાં આવી હતી. 2014માં Clean-up marshal ની નિમણૂંક બંધ કરવામાં આવી. 2016માં ફરી એકવાર મુંબઇના રસ્તા પર Clean-up marshal દેખાયા હતાં. જોકે આ વખતે માર્શલ્સ દ્વારા પૈસા પડાવવા, ધમકી આપવી જેવી ફરિયાદો આવવા લાગી હતી. સ્થાયી સમિતિની બેઠકમાં પણ આ વાતના પડઘાં પડ્યા હતાં. માર્શલ્સ પર સામાન્ય લોકોનો વધતો રોષ જોઇને આખરે કોન્ટ્રાક્ટ પૂરે થયા બાદ Clean-up marshal ની નિમણૂંક બંધ કરવામાં આવી હતી.
કોરોનાના સમયે ફરી તેમની નિમણૂંક કરવામાં આવી હતી. માસ્ક ન લગાવનારાઓ સામે કાર્યવાહીની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. કોરોનાનો સમય પૂરો થતાં તઓ ફરી ગાયબ થઇ ગયા હતાં. અને હવે ફરી એકવાર આ Clean-up marshal મુંબઇના રસ્તા પર દેખાઇ શકે છે.