આમચી મુંબઈ

Sky Is Not the Limit In Mumbai: ઊંચી ઈમારતોની સંખ્યામાં 34% વૃદ્ધિ થવાનો અંદાજ

મુંબઈ મર્યાદિત્ત જમીન ધરાવતું મહાનગર છે. તેની માળખાકીય સુવિધાઓને વિસ્તૃત કરવાની મર્યાદિત રીતો છે. મુંબઇમાં દેશમાં સૌથી વધુ ગગનચુંબી ઇમારતો છે. મુંબઇ શહેર ભારતમાં વર્ટિકલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં ચેમ્પિયન છે અને ડેવલપરોનું માનીએ તો આગામી થોડા સમયમાં મુંબઇની ઊંચી ઈમારતોની સંખ્યામાં 34% વૃદ્ધિ થવાનો અંદાજ છે. કોરોના કાળ બાદ પણ મુંબઈમાં ગગનચુંબી ઈમારતોનો વિકાસ ધીમો થવાના કોઈ સંકેતો દેખાતાં નથી, જ્યારે અન્ય શહેરોએ તાજેતરમાં ટ્રેન્ડ રિવર્સલ દર્શાવ્યો છે.

મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં હાલમાં 40 માળથી વધુ 154 ગગનચુંબી ઈમારતો છે અને આ સંખ્યા 2030 સુધીમાં 34 ટકા વધીને 207 સુધી પહોંચે તેવી શક્યતા છે, એમ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી એનારોક દ્વારા ગુરુવારે જારી કરાયેલા ડેટામાં જણાવવામાં આવ્યું છે. એનારોકના અહેવાલમાં જાણવા મળ્યું છે કે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં ગગનચુંબી ઈમારતોની સંખ્યા આગામી છ વર્ષમાં 200ને વટાવી જશે. સલાહકારોના જણાવ્યા અનુસાર, ઊંચી ઇમારતોનો વિકાસ શહેરમાં ભીડ ઘટાડવામાં પણ મદદ કરે છે.

એનારોકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગગનચુંબી ઇમારતોમાં એક જ ઊભી જગ્યામાં સગવડો અને રહેઠાણોનો સમાવેશ કરે છે, જેનાથી રહેવાસીઓની લિઝર માટે જગ્યા છોડવાની જરૂરિયાત ઓછી થાય છે. ટ્રાફિકની ભીડને હળવી કરવા ઉપરાંત, આ ઇમારતો તેમની આસપાસના નોંધપાત્ર માળખાકીય વિકાસને પણ આગળ વધારે છે, જેમાં બહેતર રસ્તાઓ અને બહેતર જાહેર પરિવહન સુવિધાઓનો સમાવેશ થાય છે.

હાલમાં સમગ્ર MMR પ્રદેશમાં 40 થી વધુ માળ ધરાવતા કુલ 361 ટાવર છે, જે કાં તો પહેલાથી જ પૂર્ણ થઈ ગયા છે અથવા 2030 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. તેમાંથી દક્ષિણ મધ્ય મુંબઈના વિસ્તારોમાં મહત્તમ સંખ્યા એટલે કે લગભગ 103 ટાવર અથવા 29% એકંદર શેર છે – તેમાંથી, 61 ટાવર પૂર્ણ થયા છે અને અન્ય 42 ટાવર 2024-2030 સમયગાળામાં પૂર્ણ થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…