આવતીકાલે દિવાળીની શોપિંગ માટે બહાર નીકળવાના છો? પહેલાં આ વાંચી લો નહીંતર…
Top Newsઆમચી મુંબઈ

આવતીકાલે દિવાળીની શોપિંગ માટે બહાર નીકળવાના છો? પહેલાં આ વાંચી લો નહીંતર…

મુંબઈઃ દર રવિવારની જેમ આવતીકાલે એટલે કે પાંચમી ઓક્ટોબરના મધ્ય રેલવે દ્વારા પણ રેલવે ટ્રેક, સિગ્નલ મેઈન્ટેનન્સ જેવા મહત્ત્વના કામકાજ માટે મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. જો તમે પણ દિવાળીની ખરીદી માટે આવતીકાલે બહાર જવાનું વિચારી રહ્યા હોવ તો પહેલાં આ સમાચાર વાંચી લો, જેથી તમારે હાલાકી ના ભોગવવી પડે. ચાલો જોઈએ આવતીકાલે ક્યાંથી ક્યાં બ્લોક રહેશે-

માટુંગા-મુલુંડ અપ-ડાઉન સ્લો લાઈન પર બ્લોક
મળતી માહિતી પ્રમાણે મધ્ય રેલવે પર આવતીકાલે સવારે 11 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી માટુંગા-મુલુંડ વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન માટુંગા-મુલુંડ વચ્ચે અપ-ડાઉન લોકલ અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. જેને કારણે લોકલ ટ્રેનો પોતાના ગંતવ્ય સ્થળે 10થી 15 મિનિટ મોડી પડી શકે છે.

પરેલ-ભાયખલા વચ્ચે સ્પેશિયલ ટ્રાફિક બ્લોક
આજે રાતે મધ્ય રેલવેના ભાયખલા-પરેલ સ્ટેશન વચ્ચે રાતે સ્પેશિયલ ટ્રાફિક બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોક પરેલથી ભાયખલા સ્ટેશન વચ્ચે શનિવારે મધરાતે 12.30 કલાકથી વહેલી સવારે 4.30 કલાક સુધી બ્લોક રહેશે. આ બ્લોકના સમય દરમિયાન ભુવનેશ્વર-સીએસએમટી કોર્ણાક એક્સપ્રેસ, હાવડા-સીએસએમટી એક્સપ્રેસ દાદર સ્ટેશન સુધી દોડાવવામાં આવશે. આ સ્પેશિયલ બ્લોકને કારણે લોકલ ટ્રેનોની અવરજવર પર પણ અસર જોવા મળશે.

પનવેલ-સીએસએમટી વચ્ચે બ્લોક
હાર્બર લાઈન પર સવારે 10થી સાંજે પાંચ વાગ્યા સુધી સીએસએમટીથી પનવેલ વચ્ચે બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયે સીએસએમટીથી પનેવલ, બેલાપુર વચ્ચે અપ-ડાઉન લાઈન પર મેગા બ્લોક રહેશે. બ્લોકના સમયગાળા દરમિયાન સીએસએમટી-વાશી વચ્ચે સ્પેશિયલ લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે.

પનવેલ-થાણે વચ્ચે બ્લોક
ટ્રાન્સ હાર્બર લાઈન પર થાણે- પનવેલ વચ્ચે સવારે 11 વાગ્યાથી સાંજે 4.30 વાગ્યા સુધી મેગા બ્લોક રહેશે. બ્લોકના સમય દરમિયાન થાણેથી પનવેલ વચ્ચે અપ-ડાઉન લાઈન પર ટ્રેનો બંધ રહેશે. જોકે, થાણે-વાશી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.

આ પણ વાંચો…મુંબઈમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો ખોટકાઈ, જાણો કારણ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button