આમચી મુંબઈ
મુંબઈ સેન્ટ્રલમાં છ માળની બિલ્ડિંગમાં આગ: કોઈ જખમી નહીં…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સેન્ટ્રલમાં સોમવારે ગ્રાઉન્ડ પ્લસ છ માળની એક ઈમારતના બીજા માળે પર આગ ફાટી નીકળી હતી. સદનસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ મુંબઈ સેન્ટ્રલમાં પોસ્ટ ઓફિસ નજીક મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનના ડેપો નજીક ગ્રાઉન્ડ પ્લસ છ માળની કૈલાશ અપાર્ટમેન્ટ નામની બિલ્ડિંગ આવેલી છે. સોમવારે સાંજના ૫.૪૦ વાગ્યાની આસપાસ બિલ્ડિંગના બીજા માળા પર એક ફ્લેટમાં આગ ફાટી નીકળી હતી.
ઘટના સ્થળે ફાયરબિગ્રેડે પહોંચીને આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.



