મુંબઈમાં વૃદ્ધ મહિલાને કાર નીચે કચડ્યા બાદ ડ્રાઈવરે કર્યો દયાળુ હોવાનો ઢોંગથઇ ધરપકડ

મુંબઇઃ પોલીસે ગયા અઠવાડિયે મુંબઈમાં એક 73 વર્ષીય મહિલાને કાર વડે કચડી નાખનાર આરોપીની ધરપકડ કરી છે. આરોપી પોતાને સમજદાર અને જાગૃત નાગરિક હોવાનો સાબિત કરવા માટે મહિલાને હૉસ્પિટલ લઇ ગયો હતો અને એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે આ માત્ર એક અકસ્માત હતો એવી પોલીસે બુધવારે જાણકારી આપી હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર પુષ્પા ધનજી કેની (73) મધ્ય મુંબઈના સાયનમાં મંદિરે જવા નીકળ્યા હતા.
તેઓ રોડ ક્રોસ કરતી વખતે એક કાર સાથે અથડાયા હતા. એ સમયે કાર ડ્રાઇવર આરોપી ઈસ્માલ અન્સારી તેમને હૉસ્પિટલ લઇ ગયો હતો. અંસારીએ વૃદ્ધ મહિલાની પુત્રીને તેના મોબાઈલથી ફોન કર્યો અને કહ્યું હતું કે તે ચક્કર આવતાં રસ્તા પર પડી ગઈ છે અને તે તેને ઝિઓન હોસ્પિટલમાં લઈ જઈ રહ્યો છે.
કેનીની પુત્રી મધ્ય રેલવેમાં ચીફ બુકિંગ ક્લાર્ક છે. વૃદ્ધાની પુત્રી હોસ્પિટલ પહોંચી ત્યારે તેણે તેની માતાને સમયસર મદદ કરવા બદલ અન્સારનો આભાર માન્યો હતો, પરંતુ બીજા દિવસે કેનીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ગયા શનિવારે જ્યારે સંબંધિત વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે અન્સારીએ વૃદ્ધ મહિલા કેનીને તેની કારથી ટક્કર મારી હતી. અધિકારીએ આ ફૂટેજ કેનીના પુત્ર અને કાર ચાલકને પણ બતાવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર કેનીના પુત્ર તરફથી મળેલી ફરિયાદના આધારે સાયન પોલીસ સ્ટેશને અંસારી વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે.