પીવાવાળાને મોજ! દારુની દુકાનો અને બાર આટલા વાગ્યા સુધી ખૂલ્લા રહેશે
મુંબઇ: આખા રાજ્યમાં હાલમાં નવા વર્ષના સ્વાગતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક ઓફિસીસમાં ક્રિસમસ પહેલાં જ ક્રિસમસની ઉજવણી કરવામાં આવી રહી છે, ઘણી ઓફિસસમાં તો સિક્રેટ સેન્ટા જેવી રમત પણ રમવામાં આવે છે, કારણ કે ક્રિસમસ વેકેશનમાં અનેક લોકો ફરવા જાય છે. તેથી હણમાંથી જ રાજ્યના લોકો ફેસ્ટીવ મૂડમાં આવી ગયા છે. દરમીયાન રાજ્ય સરકારે મદ્યપ્રેમીઓને ખૂશી થશે એવો નિર્ણય લીધો છે.
હવે આ ક્રિસમસ અને 31 ડિસેમ્બરની ઉજવણી સમયે દારુની દુકાનો અને બારની સમય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે. 24, 25 અને 31મી ડિસેમ્બરના રોજ રાતે 1 વાગ્ય સુધી દારુ વેચવાની છૂટ આપવામાં આવી છે.
મહારાષ્ટ્ર દારુબંદી કાયદાની કલમ 139(1) (C) અને કલમ 143 (2) (H) (4) હેઠળ ક્રિસમસ અને નવવર્ષ નિમિત્તે 24,25 અને 31મી ડિસેમ્બરના રોજ રાજ્યની વિવિધ દારુની દુકાનો નિર્ધારીત સમય બાદ રાત્રે મોડે સુધી ખૂલ્લી રાખવાની મંજૂરી આપી છે.
એટલું જ નહીં પણ બિયર બાર રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ખૂલ્લા રાખવાની પરવાનગી આપી છે. એફએલબીઆર-2 પ્રકારની દારુ વેચનારી દુકાનો 1 વાગ્યા સુધી ખૂલ્લી રાખી શકાશે.